કોરોના બેકાબુ બન્યો છે તેવામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના ૧૨૦૦ બેડમાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે જ્યારે દાખલ દર્દીના પરિવારજનો હોસ્પિટલ બહાર જ પોતાના દર્દીની સાજા થવાની રાહ જોવાઇ રહી છે
તેવામાં અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના અમદાવાદ જિલ્લા સહ મંત્રી શ્રી ભાવસાર, અશોક મેવાડા, સાવન માલી અને તેમની ટીમ દ્વારા દર્દીના પરિવારજન માટે સ્વાદિષ્ટ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.