જોધપુરમાં જેમ મેહરાનગઠ ફેમસ છે તેજ રીતે જોધપુરની મોજડી ફેમસ છે અને મોજડી વેચાણમાં રમેશ ચૌહાણ ઉર્ફ પપ્પુ ચૌહાણ જોધપુરી મોજડી માટે ખૂબ ફેમસ છે , પપ્પુ ચૌહાણની મોજડી બનાવવામાં એટલી મોટી કારીગત હાંસલ કરી છે કે એક વાર તેમના દુકાને જતાજ તમે પોતાને મોજડી ખરીદી કરવાથી રોકી નહિ શકો, પપ્પુ ચૌહાણની મોજડી ના દીવાના આમ આદમીજ નહીં પણ બોલીવુડના મહાનાયક શ્રી અમીતાબ બચ્ચન પણ છે તેવો એ પણ પપ્પુ
ચૌહાણના દુકાને થી મોજડી ખરીદી હતી.
આટલુંજ નહિ ક્રિકેટના ભગણાવ સચિન તેંડુલકરે પણ આ દુકાનની મુલાકાત લીધી છે ને પોતાના માટે પરિવાર માટે મોજડીની ખરીદી કરી હતી, રાહુલ દ્રવિડ, ભૂતપૂર્વ કેપ્ટન મિસ્ટર કુલ એમ.એસ.ધોની જેવા મોટા મોટા ખેલાડીઓ એ પણ આ દુકાનની મુલાકાત લીધી છે.જોધપુરમાં કોઈપણ સેલિબ્રિટી આવે છે ત્યારે અચૂક પપ્યુ ચૌહાણની દુકાને મુલાકાત લેછે અને મોજડીની ખરીદી કરેછે, જો આપ પણ જોધપુરની મુલાકાતે જાવો તો પપ્પુ ચૌહાણ જુતી કોર્નરે અચૂક જજો અને જોધપુરની ફેમસ મોજડી ખરીદી કરજો