September 22, 2026
ગુજરાત

માર્ચ 2022માં ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવશે

ગુજરાતમાં કેન્દ્ર સરકાર ડિફેન્સ એક્સપો આયોજિત કરવા જઈ રહી છે. માર્ચ 2022માં ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવશે. તેમ મનાય છે આ એક્સપોમાં ત્રણેય સેનાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે તથા સુરક્ષાને લઈને અત્યાધુનિક શસ્ત્રોનું આ એક્સપોમાં પ્રદર્શન કરવામાં આવશે. ગુજરાતના આંગણે મોટા પાયે આયોજનને લઈને સરકારે તૈયારી શરૂ કરી છે

ડિફેન્સ એક્સપો એટલે હથિયારોના મેળો. વર્ષ 2020માં લખનૌમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું હતું. આ એક્સપોમાં ભારતના આધુનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સામાન્ય પ્રજાને પણ મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2020નો ડિફેન્સ એક્સપો અત્યાર સુધીનો સૌથી મોટો હતો જેમાં દુનિયાભરના લગભગ 70 દેશોએ ભાગ લીધો હતો, તથા રક્ષા હથિયારો તૈયાર કરતી 1000થી વધારે કંપનીઑ સામેલ થઈ હતી.

ડિફેન્સ એક્સપોના માધ્યમથી ભારતે પોતાની સૈન્ય તાકાતની સાથે સાથે નવી ટેકનોલોજી સાથે લેસ આધુનિક હથિયારો દુનિયાભરને બતાવ્યા. નોંધનીય છે કે આ એક્સપોનું આયોજન દર બીજા વર્ષે કરવામાં આવે છે.

છેલ્લા ડિફેન્સ એક્સપોમાં સરકાર દ્વારા આપવામાં આવેલ એક નિવેદન અનુસાર આ એક્સપોની મદદથી ઉત્તર પ્રદેશમાં પચાસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. આ સિવાય યુપીના બુંદેલખંડમાં ડિફેન્સ કોરિડોર પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો.

સૈન્ય તાકાત બતાવતા આ એક્સપોમાં અમેરિકા, યુકે, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, જર્મની, ઈઝરાયલ, ઈટલી, જપાન, સાઉથ કોરિયા જેવા દેશો સામેલ થાય છે.

New up 01

 

Related posts

મીની લોકડાઉનમાં નાના વેપારીઓની કનફોડી હાલત, શુ નાના વૈપાર થી જ કોરોના થાય છે?

Ahmedabad Samay

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬’નો આજથી શુભારંભ

Ahmedabad Samay

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ કદ્દાવર કોળી આગેવાન સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની આંતરિક સુરક્ષા, સંરક્ષણ અને વ્યૂહાત્મક અધ્યય ઓનલાઇન કોર્ષ શરૂ કરાશે

Ahmedabad Samay

અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી દિલથી સલામ છે પોલીસ તંત્ર અને સ્વાસ્થ્ય કર્મચારીઓ ને

Ahmedabad Samay

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500થી વધુ કેસો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો