November 17, 2025
તાજા સમાચારદેશ

કલમ ૩૭૦ હવે ઈતિહાસ બની,૪ વર્ષ,૪ મહિના, ૬ દિવસ બાદ મોદી સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે મહોર મારી

કલમ ૩૭૦ હવે ઈતિહાસ બની ગઈ છે. ૩૭૦મી કલમ અંગેના ચુકાદા પર દેશ આખાની નજર ટકેલીᅠહતી. સુપ્રીમ કોર્ટે આ અંગે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્‍યો છે. ૪ વર્ષ,૪ મહિના, ૬ દિવસ બાદ મોદી સરકારનાᅠનિર્ણય પર સુપ્રીમ કોર્ટે મહોર મારી છે. કોર્ટે મોદી સરકારના નિર્ણંયને યોગ્‍ય ગણાવ્‍યો હતો. સુપ્રીમ કોર્ટે જમ્‍મુ-કાશ્‍મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવા વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી છે. મુખ્‍ય ન્‍યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કલમ ૩૭૦ હટાવવાના કેન્‍દ્રના નિર્ણયને માન્‍ય રાખતા કહ્યું કે તે અસ્‍થાયી જોગવાઈ છે અને રાષ્ટ્રપતિને તેને હટાવવાની સંપૂર્ણ સત્તા છે. આ સાથે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જમ્‍મુ અને કાશ્‍મીર રાજયનો દરજ્જો જલદી પુનઃસ્‍થાપિત કરવા અને ૩૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ સુધીમાં રાજયમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્દેશ પણ આપ્‍યો છે. જમ્‍મુ-કાશ્‍મીરમાં બંધારણની તમામ જોગવાઈઓ લાગુ થશે. કોર્ટે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિને કલમ ૩૭૦ પર નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમની પાસે બંધારણીય સત્તા છે. જમ્‍મુ કાશ્‍મીર ભારતનો અભિન્ન અંગ છે. તેની કોઈ આંતરિક સાર્વભૌમત્‍વ નથી. પાંચ જજોની બંધારણીય બેન્‍ચે આ નિર્ણય આપ્‍યો છે.

CJI DY ચંદ્રચુડે પણ કહ્યું, ‘જમ્‍મુ અને કાશ્‍મીર ભારતનો અભિન્ન અંગ છે. ભારતમાં જોડાયા પછી તેણે સાર્વભૌમત્‍વનું તત્‍વ જાળવી રાખ્‍યું નથી. આવી સ્‍થિતિમાં તેના માટે કોઈ વિશેષ જોગવાઈ કરી શકાય નહીં.’ જમ્‍મુ-કાશ્‍મીરમાં કલમ ૩૭૦ની જોગવાઈઓ અંગે ચીફ જસ્‍ટિસે કહ્યું, ‘કેન્‍દ્રના દરેક નિર્ણયને પડકારી શકાય નહીં, તેનાથી અરાજકતા ફેલાશે. રાષ્ટ્રપતિને કલમ ૩૭૦ નાબૂદ કરવાનો અધિકાર છે. તેમને વિધાનસભા ભંગ કરવાનો પણ અધિકાર છે.’ આ સાથે તેમણે કહ્યું કે ‘અમે માનીએ છીએ કે કલમ ૩૭૦ એક અસ્‍થાયી જોગવાઈ છે. તે વચગાળાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સંક્રમણલક્ષી હેતુ માટે રજૂ કરવામાં આવી હતી. રાજયમાં યુદ્ધની સ્‍થિતિને કારણે આ કામચલાઉ હેતુ માટે હતું. લખાણ વાંચવાથી એ પણ જણાય છે કે આ એક અસ્‍થાયી જોગવાઈ છે અને આ રીતે તેને બંધારણના ભાગ ૨૧માં મૂકવામાં આવી છે.

કલમ ૩૭૦ પર ત્રણ અલગ-અલગ નિર્ણયો, પરંતુ તમામ ન્‍યાયાધીશો આ નિષ્‍કર્ષ સાથે સંમત છે મુખ્‍ય ન્‍યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્‍યાયાધીશોની આ બંધારણીય બેંચમાં જસ્‍ટિસ સંજય કિશન કૌલ, જસ્‍ટિસ સંજીવ ખન્ના, જસ્‍ટિસ બીઆર ગવઈ અને જસ્‍ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે. ચુકાદો સંભળાવતી વખતે CJI ચંદ્રચુડે કહ્યું કે આ કેસમાં ત્રણ અલગ-અલગ ચુકાદા લખવામાં આવ્‍યા હતા, પરંતુ તમામ ન્‍યાયાધીશો એક નિષ્‍કર્ષ પર સહમત હતા.

સુપ્રીમ કોર્ટે ડિસેમ્‍બર ૨૦૧૮ માં જમ્‍મુ અને કાશ્‍મીરમાં લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની માન્‍યતા પર ચુકાદો આપવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેને અરજદારો દ્વારા ખાસ પડકારવામાં આવ્‍યો ન હતો. CJI ચંદ્રચુડે કહ્યું, ‘જ્‍યારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે, ત્‍યારે રાજયોમાં સંઘની શક્‍તિઓ પર મર્યાદાઓ હોય છે. કલમ ૩૫૬ હેઠળ સત્તાનો ઉપયોગ ઘોષણાના હેતુ સાથે યોગ્‍ય સંબંધ હોવો જોઈએ. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન, રાજય વતી યુનિયન દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયને પડકારી શકાય નહીં… આનાથી રાજયનો વહીવટ સ્‍થિર થઈ જશે…’

મુખ્‍ય ન્‍યાયાધીશે એમ પણ કહ્યું હતું કે અરજદારોની દલીલ કે સંસદને રાજયના કાયદા બનાવવાની સત્તા હોઈ શકે છે તે ત્‍યારે જ સ્‍વીકાર્ય નથી જયારે રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય.

૫ ઓગસ્‍ટ, ૨૦૧૯ ના રોજ, કેન્‍દ્ર સરકારે જમ્‍મુ અને કાશ્‍મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ રદ કરી હતી અને રાજયને બે કેન્‍દ્રશાસિત પ્રદેશો – જમ્‍મુ અને કાશ્‍મીર અને લદ્દાખમાં વિભાજિત કરી હતી. સરકારના આ નિર્ણયની બંધારણીય માન્‍યતાને પડકારતી અરજીઓ પર ૧૬ દિવસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ૫ સપ્‍ટેમ્‍બરે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્‍યો હતો.

સુનાવણી દરમિયાન, સર્વોચ્‍ચ અદાલતે કલમ ૩૭૦ નાબૂદ કરવાનો બચાવ કરનારાઓની દલીલો સાંભળી હતી અને એટર્ની જનરલ આર વેંકટરામણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્‍વે, રાકેશ દ્વિવેદી, વી ગિરી અને અન્‍ય કેન્‍દ્ર તરફથી હાજર હતા. કેન્‍દ્ર સરકારના આ નિર્ણય સામે અરજદારો વતી કપિલ સિબ્‍બલ, ગોપાલ સુબ્રમણ્‍યમ, રાજીવ ધવન, ઝફર શાહ, દુષ્‍યંત દવે અને અન્‍ય વરિષ્ઠ વકીલોએ દલીલો કરી હતી.”

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મળ્યા

Ahmedabad Samay

લોકડાઉનનો નિર્ણય બધા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા બાદ લેવાશે: અમિત શાહ

Ahmedabad Samay

યૂક્રેન પ્રસ્તાવ પર ભારત રહ્યું મતદાનથી દૂર, પૂછ્યો વિશ્વને અરીસો બતાવતો સવાલ

Ahmedabad Samay

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું

Ahmedabad Samay

આવતીકાલે IPL શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં, ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર એકબીજા સામે ટકરાશે

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા મરાઠી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો