આપણી મજા કોઈની અબોલ પક્ષીઓ માટે મોતની સજા ન બને તે માટે પતંગ ચકાવતી વેળાએ વેસ્ટ દોરીને જ્યાં ત્યાં ન ફેકવી કે ધાબા પર થી લટકતી ન મુકવી.
લટકતી દોરી માં ઉડતા પક્ષીઓ ફસાઈ શકે છે જેથી તેમની પાંખોને અને તેમને નુકશાન પહોંચી શકે છે અને તેમનો જીવ પણ ગુમાવી શકે છે. માટે અમદાવાદ સમય આપ સૌ ને નમ્ર અપીલ કરે છે કે વગર કામની દોરીને ગમે ત્યાં ફેંક્યા વગર એક જગ્યા પર મુકવી કાંતો દોરીને કચરા પેટીમાં નાખવી જેથી કોઈને પણ નુકસાન ન થાય