August 6, 2026
ગુજરાત

રસ્તા રોકો આંદોલન,મહા આંદોલન, શહેરમાં ઠેર ઠેર રસ્તા રોકો મહા આંદોલન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને સરકાર હાથપર હાથધરી આંદોલનની મજા માણી રહી છે.

હાલ ઠેર ઠેર જાણે રસ્તા રોકો આંદોલન ચાલી રહ્યું છે એવા દ્રશ્યો દેખાઇ રહ્યા છે, આંદોલન કારીઓ એટલા સત્યાગ્રહથી આંદોલન કરી રહ્યા છે કે સરકાર કઇ પણ શક્તી નથી ન તો જનતા તે આંદોલન કારીઓને કઇ કરી શકે છે બસ બધા આવતા જતા આંદોલનકારીઓ ને નિહાળીને ચાલ્યા જાય છે આ આંદોલનમાં મુશ્કેલી એ છેકે આંદોલન કારીઓ કઇ બોલી શકતા નથી અને કદાચ કઇ બોલે તો સરકારને કે જનતાને તેમની શુ માંગો છે તે ખબર પણ પડતી નથી.

 

આ દ્રશ્યો જોઈને તમને હવે આંદોલનકારીઓ કોણ છે તે તો આપને સમજાઈ ગયું હશે જ, હાલ શહેરના દરેક ખૂણે ખૂણે ગૌ માતા દ્વારા એક મહા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે શહેરની બધી ગૌ માતા જાણે તેમની કોઇ વાતને લઇ નારાજ થઇ સત્યાગ્રહના માર્ગે રસ્તા રોકોનો મહા આંદોલન ચલાવી રહી હોય એવું લાગી રહ્યું છે, ગૌ માતા ઠેર ઠેર રસ્તા પર રસ્તો રોકી બેફામ બેસી રહી રહે છે ગમે તેટલું હોર્ન મારીલો તો પણ તે તેમના આંદોલના સ્થળ પરથી હટતાજ નથી જેને લીધે ઠેરઠેર ટ્રાફિક પણ જામ થઈ જાય છે.

જો ગૌ માતાને રસ્તા પરથી હટાવવા માટે પ્રયાસ પણ કરવામાં આવે તો ગાય મારવા પાછળ દોડે છે, અચાનક રસ્તા પર આવતા ઘણા માર્ગ અકસ્માત પણ લોકોને નડ્યા પણ, ઘણા ને ઇજા થઇ છે,

ગૌ માતા ને લીધે તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલને પણ નડ્યો હતો તો પણ આ સરકારનું કે સરકારી બાબુઓના પેટનું પાણી પણ હલતું નથી

સરકાર આ ગૌ માતાને તેમની શુ માંગણીઓ છે તે પણ પૂછતી નથી કે આ સમસ્યાનું અંત પણ લાવતી નથી. આ રખડતી ગાયોના માલિક પણ ક્યાંય દેખાતા નથી લુપ્ત પ્રજાતિના જેમ લુપ્ત થઇ ગયા છે અને જ્યારે ગાય પકડવાની ગાડી આવે ત્યારે ભગવાનના જેમ અચાનક પ્રગટ થઇ સરકારી બાબુઓ સાથે પૈસાનો વહીવટ કરી પાછા લુપ્ત થઇ જાય છે.

રખડતા ઢોર એ સરકારની મ્યુનિસિપલ કોર્પોરેશનની ખૂબ મોટી બેદરકારી ઉત્તમ નમૂનો સાબિત કરે છે નાયબ મુખ્યમંત્રીને ગંભીર ઇજા પહોંચી તોપણ હજુ આ સમસ્યાનો કોઇ સમાધાન આવ્યો નથી જનતા હેરાન પરેશાન થઇ ગઇ છે, આ ગાયોના રસ્તા પર બેસવાના કારણે કેટલાકને ગંભીર અકસ્માત પણ થયા છે.

શુ સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગતી નથી ?

શુ આ રાજ્યવ્યાપી ખરેખર ષડયંત્ર ચલાવવામાં આવે છે ?

શુ અપક્ષને આ રખડતા ઢોર દેખાતા નથી ? કે સરકાર જોડે વહીવટ થઇ ગયો છે ?

(બ્યુરો રિપોર્ટ)

Related posts

અમદાવાદ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રમાં ૫૦૦ અન્નની કીટ વિતરણ કરાશે

Ahmedabad Samay

મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટ

Ahmedabad Samay

રક્ષકજ બન્યો ભક્ષક, પોલીસના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા

Ahmedabad Samay

અમદાવાદ-કોર્પોરેશન તરફથી પ્રથમ વખત એડવાન્સ ટેક્સના 15 ટકા સુધી મુક્તિ, જાણો કેટલી થશે આવક

admin

અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

Ahmedabad Samay

વિકલાંગોને સરકારી નોકરીમાં મળતા આરક્ષણને બંધ કરાતા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો