સૈફ અલી ખાનની વેબ સિરીઝ તાંડવ શુક્રવારે એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થઇ ચુકી છે. વેબ સિરીઝ રીલિઝ થતા જ વિવાદમાં આવી ગઇ છે. તાંડવના ડાયલૉગ્સ અને સીનને લઇને અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્ધારા નારાજગી વ્યકત કરવામાં આવી છે.
આજ રોજ અખિલ વિશ્વ હિન્દૂ એકતા મંચ દ્વારા અમદાવાદ ના મેમકો ચાર રસ્તા પાસે વીર સાવરકર સ્પોર્ટ્ સંકુલ ખાતે તાંડવ વેબ સીરીઝ ના કલાકાર સૈફ અલી ખાન વિરુદ્ધ પ્રદર્શન કરી સૈફ અલી ખાન નું પૂતળા દહન કરવામાં આવ્યું હતું.
અખિલ વિશ્વ હીન્દુ એકતા મંચ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિનય શર્માજી એ જણાવ્યું હતું કે હિન્દૂ ધર્મ સાથે આવી છેડ છાડ કે મજાક નહીં ચલાવી લેવામા આવે ફિલ્મ તાંડવ વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે. દેવી દેવતા નું એવું અપમાન સહન કરવામાં નહીં આવે સરકાર શ્રી ને અપીલ છે કે આવી વેબ સિરીઝ ઉપર અંકુશ લાવે અને યુવા પેઢી ને પણ અપીલ છે કે તાંડવ વેબ સિરીઝ નું બાયકોટ કરે .
તાંડવ સીરિઝનો વિવાદ શું છે?
તાંડવમાં ઝીશાન અય્યુબના આ એર વીડિયોને શેર કરવામાં આવી રહ્યો છે. જ્યાં તે ભગવાન શિવ બનીને એક્ટિંગ કરી રહ્યો છે. આરોપ છે કે અલી અબ્બાસ ઝફરની આ વેબ સીરિઝ ખોટા પ્રોપેગેન્ડા ફેલાવી રહી છે.
માત્ર ટુકડા-ટુકડા ગેંગની પેરવી કરી રહી છે. ઝીશાન અય્યુબને ભગવાન શિવ બનાવી ગાળો અપાવી રહી છે.
એક દૃશ્યમાં ઝીશાન અય્યુબ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓને કહે છે કે અંતે તમને કોનાથી આઝાદી જોઇએ. વચ્ચે નારદના વેશમાં સ્ટેજ સંચાલક કહે છે- ‘નારાયણ-નારાયણ. પ્રભુ કઇ કરો.
રામજીના ફોલોઅર્સ સતત સોશિયલ મીડિયા પર વધતા જઇ રહ્યા છે. મને લાગે છે કે આપણે પણ કઇક નવી રણનીતિ બનાવી લેવી જોઇએ.’ જેનાપર જીશાન અય્યુબ કહે છે, ‘શું કરૂ હું તસવીર બદલી આપુ છું?’ તે બાદ સંચાલક કહે છે, ‘ભોલેનાથ તમે તો ઘણા ભોળા છો’.