December 10, 2024
ગુજરાત

મીની લોકડાઉનમાં નાના વેપારીઓની કનફોડી હાલત, શુ નાના વૈપાર થી જ કોરોના થાય છે?

ગુજરાતમાં ફુલ લૉકડાઉનની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ ૩૬ શહેરોમાં નાઈટ કર્ફ્યૂ સહિતના આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. રાજ્યમાં સત્તાવાર રીતે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં નથી આવ્યું છતા

મોટાભાગની દુકાનો કે ધંધા-રોજગાર કોરોનાને કારણે બંધ કરવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિમાં વ્યવસાય કરતા લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. તેમાં પણ નાના વેપારીઓ  સ્થિતિ દયનીય બની ગઈ છે. આ લોકોને રાહત મળે તે માટે સ્વૈચ્છિક સંગઠનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજૂઆત કરીને યોગ્ય પગલા લેવાની માંગ કરી છે. વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયંત્રણોને કારણે લોકોના વેપાર ધંધા પ્રભાવિત થઈ રહ્યા છે. અત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાંથી કારણ વિના બહાર નીકળવાનું ટાળે છે. આ સ્થિતિમાં નાના પાયે ધંધો કરનારા  વર્ગને ગુજરાન ચલાવવામાં ફાંફા પડી રહ્યા છે.

વેપારીઓ ની કનફોડી હાલ જોતા સોશિયલ મીડિયામાં પણ મેસ ફરતો થયો છે કે

“તો શું વેપારીઓ થી જ કોરોના ફેલાય છે ? દુધ, દવા , અનાજ , કરીયાણું, બેકરી . હોટલ , પાર્સલ સર્વિસ ચાલુ
બાકી સેવા વાળા ૫૦% થી પણ ચાલુ તો બંધ કાપડીયા, સોની , પાનવાળા, સાયકલ વાળા , એવા ગણ્યા ગાંઠ્યા વેપારી જ બંધ ?
-*આને કહેવાય અંધેરી નગરી ને ગંડુ રાજા *
*-ટ્રાન્સપોર્ટ ચાલુ*
*-અનાજ કરીયાણું ચાલુ*
*-દવાવાળા ચાલુ*
*- ટીફીન સર્વીસ ચાલુ*
*- ફેક્ટરી ચાલુ*
*- ડેરી દુધ ચાલુ*
*- બેકરી ચાલુ*
*- શાખ માર્કેટ ચાલુ*
*- ફ્રુટ માર્કેટ ચાલુ*
* સ્ટોક માર્કેટ ચાલુ*
*-મોબાઇલ સર્વીસ ચાલુ*
*-ઇન્ટરનેટ સર્વીસ ચાલુ*
આવી અનેક વાતો ચાલુ તો બંધ મા ફકત ૧૦-૧૨ વેપાર જ
*કાપડીયા બંધ*
* રેડીમેઇડ બંધ*
*સોની બંધ*
*દરજી બંધ*
* પાનવાળા બંધ*
*સાયકલ વાળા બંધ*
*ચંપલવાળા બંધ*

*આમ સરકાર દ્વારા કહેવામાં આવેલ છે કૈ આ અમુક તમુક વેપારીઓ થી જ કોરોના થાય છૈ*

*What a joke!*

સમાજનો એક મોટો વર્ગ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલશે ભૂખમરાનો સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે સ્વૈચ્છિક લૉકડાઉન કરવું હોય તો સરકારે નાના વેપારીઓ, તેમજ રોજનું કમાઈને ખાતા લોકોને આર્થિક સહાય આપવી જોઈએ. રાશનની સાથે સાથે તેમને આર્થિક સહાય મળે તે જરૂરી છે. આટલું જ નહીં, સરકાર ઈચ્છે તો સરકારી હોસ્પિટલો અથવા કોવિડ સેન્ટરોમાં આ લોકોની ભરતી કરીને રોજગારીનો વિકલ્પ ઉભો કરી શકે છે.

આ સિવાય રાજ્ય સરકાર નાના વેપારીઓ  વગેરેના બાળકોની શાળાની ફી માફ કરવી, મા કાર્ડ ન હોય તો તાત્કાલિક પૂરા પાડવા, વગેરે જેવા કાર્યો કરીને પણ તેમને રાહત આપી શકે છે. આ સિવાય ઘણાં ફેરિયાઓ ભાડાના મકાનમાં રહેતા હોય છે. અત્યારે કામ બંધ હોવાને કારણે તેમના માટે ઘરનું ભાડું ચૂકવવું પણ મુશ્કેલ છે. સરકાર તેમને આ રીતે પણ મદદ કરી શકે છે.

Related posts

અમદાવાદ: બિસ્માર ચાંદલોડિયા બ્રિજ નીચે લોખંડના ટેકા મૂકાયા, રાહદારીઓમાં ભયનો માહોલ!

admin

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ના અમદાવાદ જિલ્લા સહ મંત્રી અને ટીમ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ સેવા

Ahmedabad Samay

શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો,ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો

Ahmedabad Samay

સતત વધતા કેસની વચ્ચે આજથી લગ્નની સિઝન શરૂ

Ahmedabad Samay

સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ દેશમાં કોરોના રસી સ્પુતનિક-વીના ઉત્પાદનની મંજુરી

Ahmedabad Samay

નારોલમાં બે પાડોશી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો