September 22, 2026
અપરાધગુજરાત

બાળ રિમાન્ડ ગૃહમાંથી છૂટયા બાદ કિશોરી પર દુષકર્મ ગુજાર્યું

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા રાજાવીર સર્કલ પાસે રહેતી 15 વર્ષીય પૂનમ (નામ બદલ્યું છે) ગત શનિવારે બહેનપણીને મળવા જવાનું કહી ઘરેથી નિકળી હતી. જો કે બે કલાક સુધી પુત્રી ઘરે ના આવતા માતાએ પૂનમની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન રેશ્મા મહાવીર કસરત શાળા સામે બેઠી હોવાની જાણ માતાને થઇ હતી

માતાએ પુત્રીને લઈ ઘરે પહોંચ્યા બાદ પૂછપરછ કરી હતી. પૂનમે માતાને જણાવ્યું કે, અગાઉ આપણી સાથે રહેતો વિજય (નામ બદલ્યું છે)  મને પહેલાં બળજબરીથી લઈને ભાગી ગયો હતો. તે વિજયે મને ફ્રેન્ડના ફોનથી ફોન કરીને મળવા માટે બોલાવતા,હું તેને મળવા માટે ગઇ હતી. વિજય બાદમાં મને રીક્ષા માં બેસાડી એક જર્જરીત મકાનમાં લઇ ગયો હતો. ત્યાં અમે બન્ને વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન વિજયે મારી સાથે અડપલાં શરૂ કર્યા હતા અને બળજબરીપૂર્વક મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તે મને રીક્ષામાં કસરત શાળા પાસે ઉતારી ફરાર થઈ ગયો હતો

પુત્રીની વાત સાંભળી પૂનમની માતાએ સરદારનગર પોલીસ સ્ટેશન પહોંચી અને વિજય વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ભોગ બનનાર કિશોરી પૂનમનું મેડિકલ ચેકઅપ કરાવી પોલીસે તપાસ કરતા જાણવા મળેલ કે અગાઉ વિજય વિરૂધ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પૂનમનું  અપહરણ કરવાનો ગુનો  પરિવારજનોએ નોંધાવ્યો હતો. આ મામલે પોલીસે  વિજયનો જવાબ લઈ તેને બાળ રિમાન્ડ હોમમાં મોકલી આપ્યો હતો. એક મહિના પહેલા બાળ રિમાન્ડ હોમમાંથી છૂટેલા વિજયે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું

Related posts

અમદાવાદ: લાંચ માગનાર AMC કર્મચારીની ધરપકડ, ગેરકાયદેસર પાણીની પાઇપલાઇન નાખવા માગી હતી લાંચ

Ahmedabad Samay

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ૧૧ દિવસીય ગણેશ મહોત્‍સવનું આજે સમાપન થયુ, નિકોલ ચા રાજાના વાજતે ગાજતે વિસર્જન કરાયા

Ahmedabad Samay

સરકારે ૩૧ ઓક્‍ટોબર સુધી ૧૦ લાખ મેટ્રિક ટન કાચી ખાંડની ડ્‍યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી

Ahmedabad Samay

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લૂંટની વારદાતને અંજામ આપતા આધેડનું મૃત્યુ થયું

Ahmedabad Samay

કર્ણાવતી ચા મહારાજાના દર્શને ભાજપની ટીમ, ગણપતિ બાપાના આશીર્વાદ લીધા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો