September 21, 2026
ગુજરાત

પાન મસાલા સ્ટોક કરીલો, કોરોના કંટ્રોલમાં ના આવે ત્યા સુધી શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કરાયો

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદ મહાનગરપાલિકાએ કોરોના કંટ્રોલમાં ના આવે ત્યા સુધી શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. AMCએ જાતે જ શહેરમાં પાનના ગલ્લા અને ચાની કિટલીઓને બંધ કરાવી હતી.AMCના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. 7 ઝોનમાં અલગ અલગ ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે આ પહેલા પાન મસાલા એસોસિએશને રાજ્યમાં શનિવાર-રવિવારે પાનના ગલ્લા બંધ રાખવા અનુરોધ કર્યો હતો

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારમાં જઇને પાનની દુકાનોને બંધ કરાવવામાં આવી હતી. આ દરમિયાન કેટલીક જગ્યાએ અચાનક જ AMCની ટીમ પહોચતા ઘર્ષણ પણ થયુ હતુ. અમદાવાદના રાણીપ, સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારમાં પાનની દુકાનો બંધ કરાવવામાં આવી હતી

અમદાવાદમાં પાનના ગલ્લાઓ પર અવાર નવાર મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે જેને કારણે કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય રહે છે. અમદાવાદ મહાનગરપાલિકાએ સાવચેતીના ભાગ રૂપે શહેરના અનેક વિસ્તારમાં ચાલતા પાનના ગલ્લાને બંધ કરાવ્યા હતા. જોકે, પાનના ગલ્લા ચલાવનારાઓએ કેટલીક જગ્યાએ સાથ સહકાર આપ્યો હતો અને પોતાની જાતે જ દુકાનો બંધ કરી હતી

Related posts

રાજપૂતના મેડિકલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી પારિતોષિક અને વાર્ષિક સ્માહરો નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા મેઘાણીનગરમાં કાર્યાલયનો ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ઈમારતોની ઊંચાઈ અંગે કડક વલણ, ૧૩ જેટલી ઇમારતો તોડાસે

Ahmedabad Samay

ભાજપનો આતો કેવો વિકાસ,નરોડામાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયાની સમસ્યા,રહીશોમાં મચ્છર જન્ય રોગ ફેલાવાની ચિંતા

Ahmedabad Samay

પેટ્રોલના ભાવ વધારો સામે યુથ કોંગ્રેસ નો હલ્લાબોલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો