August 7, 2026
Other

ભક્તો નહિ કરી શકે દર્શન, કોરોના સંક્રમણ વધતા મોટા ભાગના મંદિરો થયા.

કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં આવેલુ શાહીબાગ સ્વામિનારાયણ મંદિર 30 એપ્રિલ સુધી હરીભક્તો માટે બંધ કરવામાં આવ્યુ છે. કોરોના સંક્રમણની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી 10 એપ્રિલ શનિવારથી 30 એપ્રિલ, 2021 શુક્રવાર સુધી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ અને તમામ હરિમંદિરોમાં દર્શન બંધ કરવામાં આવ્યા છે

અક્ષર ધામ મંદિર 9 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. કોરોના સંક્રમણ વધતા અક્ષરધામ મંદિર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સોમનાથ મંદિરને પણ દર્શન માટે બંધ કરવામાં આવ્યુ છે. કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી 11 એપ્રિલ રવિવારથી અન્ય નિર્ણય ના થાય ત્યા સુધી સોમનાથ મુખ્ય મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અહલ્યાબાઇ મંદિર, શ્રીરામ મંદિર, લક્ષ્મીનારાયણ-ગીતા મંદિર, ભાલકા મંદિર, ભીડ ભંજન, ડભોડા હનુમાનજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે દર્શન માટે બંધ કરવામાં આવે છે.

શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથજીની પૂજાવિધિ ટ્રસ્ટની વેબસાઇટ WWW.Somnath.org પરથી ઓનલાઇન નોંધાવી શકશે. તેમજ સુવર્ણ કળશ સહિતની પૂજા ઓનલાઇન કરાવી શકાશે, સોમનાથ ટ્રસ્ટના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટ્રસ્ટી વેબસાઇટ પરથી સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાળુઓને દર્શન કરાવવામાં આવશે.

Related posts

ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

લોકડાઉનના કારણે મારુતિ એપ્રિલમાં એક પણ કારની વેચાણ કરી શકી નહીં.

Ahmedabad Samay

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કચ્છ ભૂજ ના માધાપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ

Ahmedabad Samay

ગત રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન હેતુ મિટિંગ આયોજન કરાઇ.

Ahmedabad Samay

રોજ રાતે સૂતા પહેલા ૨ થી ૩ લવિંગ મોઢામાં ચાવવાથી થાય છે અનેક ફાયદા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો