મંગળવારે આવનાર અમાસને ભૌમ અમાવસ્યા કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ભૌમ અમાવસ્યાને ધર્મ, કર્મ, સ્નાન, દાન અને પિતૃઓના તર્પણ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૈશાખ મહિનાની અમાવસ્યા આ વખતે ૧૧ મે મંગળવારના દિવસે આવી છે. મંગળવારના દિવસે આવનારી અમાવસ્યાને ભૌમ અમાવસ્યા પણ કહેવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ મુજબ, ભૌમ અમાવસ્યાને ધર્મ, કર્મ, સ્નાન, દાન અને પિતૃઓના તર્પણ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભૌમવતી અમાવસ્યાના દિવસે કર્જ મુક્તિ સાથે જોડાયેલા અમુક ખાસ ઉપાય પણ કરવામાં આવે છે. ચાલો જાણીએ ભૌમવતી અમાવસ્યાનું મુહૂર્ત, વ્રત, વિધિ, મહત્વ અને ઉપાયો વિશે. ભૌમવતી અમાવસ્યાની તિથિ ૧૦ મે ની રાતે ૦૯.૫૫ થી પ્રારંભ થશે અને ૧૨ મે ના દિવસે ૧૨.૨૯ મિનિટ પર પૂર્ણ થશે
અમાવસ્યાની પૂજા વિધિ
અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઊઠવું.
આ દિવસે બ્રહ્મમુહૂર્તમાં કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું.
સૂર્યોદયના સમયે ભગવાન સૂર્યદેવને જળ ચડાવવું.
આ દિવસે કર્મકાંડની સાથે સાથે પોતાના પિતૃઓનું પણ તર્પણ કરો. પિતૃઓની આત્માની શાંતિ માટે વ્રત રાખવું.
જરૂરિયાતવાળા લોકોને દાન દક્ષિણા આપવી.
બ્રાહ્મણોને ભોજન કરાવવું.
ભૌમવતી અમાવસ્યાના દિવસે કરો આ ઉપાય
ભૌમવતી અમાવસ્યાના દિવસે સૂર્ય દેવની આરાધના કરવી. આ દિવસે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં શુદ્ધ પાણી ભરો તેમાં લાલ ચંદનનો પાવડર, ગલગોટા ના ફૂલ નાખવા અને સૂર્ય દેવના ૧૩ નામોનું ઉચ્ચારણ કરી સૂર્યદેવને જળ ચડાવવું.ભૌમવતી અમાવસ્યાના દિવસે મંગલ સ્ત્રોતના પાઠ અવશ્ય કરો. આ દિવસે તાંબાના ત્રિકોણ મંગલ યંત્રને ઘરમાં સ્થાપિત કરી અને દરરોજ તેમની પૂજા કરવી અને મંગળ સ્તોત્રના પાઠ કરવા. યંત્ર પર લાલ ચંદનનું તિલક કરો તેનાથી ધનલાભ પ્રાપ્ત થશે. કર્જ મુક્તિ માટે ભૌમવતી અમાવસ્યાના દિવસે શ્રી ગણેશ ઋણ મોચક મંગલ સ્ત્રોતના ૫૧ પાઠ કરો અને ગણેશજીને મોદકનો ભોગ લગાવવો.
જમીન સાથે જોડાયેલા કાર્યમાં સફળતા મેળવવા માટે ભૌમવતી અમાવસ્યાના દિવસે લાલ ચંદનની માળા ધારણ કરવી આ ઉપાયથી તમારું કાર્ય સિદ્ધ થશે.
ભૌમવતી અમાવસ્યા ના દિવસે શ્રી યંત્રની વિધિવત્ પૂજા કરો અને શ્રી સૂક્ત પાઠ કરો આ ઉપાય કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને તમને ધનલાભ પ્રાપ્ત થશે.
શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી મો.+91 97270 59683