ભારતની પ્રથમ સ્વદેશી કોવિડ વેક્સિન ટ્રાયલ માટે ગુજરાતની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી છે. આ વેક્સિની ટ્રાયલ સોલામાં 1 હજાર લોકો પર થશે. હોસ્પિટલ તંત્રએ ટ્રાયલ માટે વોલન્ટિયર્સ પણ શોધી લીધા છે. Bharat Biotech Covax
કોરોના વાઇરસ સામે લડવા માટે ભારત બાયોટેકની કો-વેક્સિનનું ત્રીજા તબક્કામાં ટ્રાયલ શરૂ થઇ ગયું છે. આ વેક્સિન ગુજરાતના સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઇ છે. કો-વેક્સિન એક સપ્તાહ સુધી સોલા સિવિલમાં પ્રિઝર્વ રહેશે. નિયત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોવેક્સિનની ટ્રાયલ શરૂ થશે. પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવશે.
ભારત બાયોટેકે જણાવ્યું હતું કે જરૂરી મંજૂરીઓ મળ્યા પછી રસી 2021ના મધ્યાંતરમા લાવવાનું ધ્યેય છે. કંપનીએ જણાવ્યું હતું કે જો અમને પ્રયોગાત્મક પુરાવા અને આંકડા, અસરકારકતા અને અમારા છેલ્લા ટ્રાયલ્સના સલામતીના આંકડાના આધારે આધારે જરૂરી મંજૂરીઓ મળી જાય તો અમે 2021ના બીજા ક્વાર્ટરમાં રસી લોન્ચ કરવાનું ધ્યેય ધરાવીએ છીએ.