શેરસિંહ રાણાનો જન્મ 17 મે 1976,
ઉત્તરાખંડના રૂરકીમાં થયો હતો. રાણા અફઘાનિસ્તાનના ગઝની વિસ્તારમાં છેલ્લા હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની રાખ ભારત લાવ્યા છે.
– શેરસિંહ રાણાએ ફૂલન દેવીની હત્યા કરી હતી, આ હત્યાના કારણે રાણાને પોલીસ તિહાડ જેલમાં રાખવામાં આવ્યા હતા.
શેરસિંહ રાણાએ નેપાળ, બાંગ્લાદેશ અને દુબઈ થઈને અફઘાનિસ્તાન પહોંચયા હતા. જ્યાં તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને હિન્દુ બાદશાહ પૃથ્વીરાજ ચૌહાણની રાખને ૨૦૦૫ માં અફઘાનિસ્તાનના ગઝનીથી ભારત લાવી હતી.
રાણાએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ પછી રાણાએ તેની માતાની મદદથી ગાઝિયાબાદના પીલખુઆ ખાતે પૃથ્વીરાજ ચૌહાણનું મંદિર બનાવ્યું, જ્યાં તેમની રાખ હજી પણ રાખવામાં આવી છે.