કોરોના વેકસીનની ડોઝ માટે ૧૮થી ૪૪ વર્ષની ઉંમરના લોકોને હવે પહેલાથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની જરૂરીયાત રહેશે નહિ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આદેશ આપ્યો છે કે આ ઉંમરના લોકો સીધા વેકસીનેશન કેન્દ્રો પર પહોંચીને રસી મુકાવી શકશે. જો કે રસી લગાવ્યા પહેલા સ્થળ પર જ covin.gov.in રજીસ્ટ્રેશન હશે.
આ રીતે બુકીંગ કર્યા વગર પણ હવે સીધી ઓનલાઇન રજીસ્ટ્રેશન દ્વારા રસી લગાવી શકાશે. જો કે અનેક રાજ્યોમાંથી વેકસીન માટે સ્લોટ બુક કર્યા બાદ પણ લોકોએ ન પહોંચવાની સ્થિતિમાં રસી ખરાબ થવાના અહેવાલો આવી રહ્યા હતા. આ રીપોર્ટના આધાર પર જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ નિર્ણય લીધો છે