February 9, 2025
ગુજરાત

ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર ચેતીજજો, ઇ-મેમો પાવાનું ફરી શરૂ

Ad

ટ્રાફિક પોલીસે ફરી એક વખત ઇ-મેમો આપવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લા એક  મહિનામાં પોલીસે સ્ટોપ લાઈનભંગ કરતા ૪૩ હજારથી વધુ લોકોને ઇ-મેમો ઇશ્યું કર્યા છે.

કોરોનાના કહેર દરમિયાન લોકો ટ્રાફિક નિયમનને લઈને જાણે કે બેદરકાર હોય તેવું લાગી રહ્યું છે. હવે લોકોએ ચેતી જવાની જરૂર છે. જો ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો આપના ઘરે ઇ- મેમો આવી શકે છે. ટ્રાફિક વિભાગે  ફરી થી લોકોને પડતા પર પાટુ આપ્યું હોય તેમ  ૨ મે થી ૨૮ મી મે સુધીમાં ૪૩૬૮૧ વાહન ચાલકો ને ૨ કરોડ ૮૩ લાખ ૯૯ હજારની રકમના ઇ-મેમો આપ્યા છે.

જો કે હાલમાં મોટાભાગે સ્ટોપ લાઈન ક્રોસ કરતા લોકોના જ મેમો ઈશ્યું થઈ રહ્યા છે. પરંતુ પોલીસે રોંગ સાઈડ આવતા ૮૫ વાહન ચાલકો ને ૪૩ હજારની રકમના ઇ-મેમો આપ્યા છે. હાલમાં અમદાવાદ શહેરમાં કુલ ૨૭ જંક્શન પર ઇ-મેમો ઈશ્યું કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.  જો કે આ સિવાય પણ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમ નો ભંગ કરનાર પાસેથી સ્થળ દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. અને આગામી દિવસો માં ટ્રાફિકના નિયમનું કડકપણે અમલ કરાવવામાં આવશે.

Related posts

સુરતમાં પોલીસના હપ્તારાજ ને બેનકાબ કરતા એડવોકેટ પર પોલીસ દ્વારા કરવામા આવ્યો જીવલેણ હુમલો

Ahmedabad Samay

ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનો સાંસ્કૃતિક કાર્યક્રમ “આનંદોત્સવ” યોજાયો . .

Ahmedabad Samay

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી

Ahmedabad Samay

મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSI ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો