ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -૧૦ ( રીપીટર , ખાનગી , અને પૃથ્થક ઉમેદવારો માટે ) અને ધોરણ -૧૨ ની પરીક્ષા તા -૦૧ / ૦૭ / ૨૦૨૧ થી તા -૧૬ / ૦૭ / ૨૦૨૧ દરમ્યાન લેવામાં આવશે .
પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ આ સાથે સામેલ છે . આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ , શિક્ષકો , વિધાર્થીઓ તેમજ વાલીઓએ નોંધ લેવા વિનંતી કરી છે તમામ માહિતી આ પ્રમાણે છે.