અમદાવાદ પોલીસ કમિશનરના તાબામાંથી ત્રણ પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારો ઓછા થવાથી શહેર પોલીસનું કામનું ભારણ ઓછું થશે. સોલા અને સાબરમતીના ક્યા વિસ્તારોનો સમાવેશ ગાંધીનગરમાં થશે તે અંગે કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવશે
ગાંધીનગર જિલ્લાને પોલીસ કમિશનોરેટ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જે મુજબ ગાંધીનગરના જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન,અમદાવાદ શહેરનું ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ સોલા અને સાબરમતી પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારનો સમાવેશ થશે
ગાંધીનગર પોલીસ કમિશનોરેટનું માળખું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ કમિશનર, ઝોન 1, ઝોન 2, ક્રાઈમ & ટ્રાફિક ડીસીપી અને સિક્યુરિટી ડીસીપી, દરેક ઝોનમાં બે એસીપીનો સમાવેશ કર્યો છે
સોલા,ચાંદખેડા અને સાબરમતીનો ગાંધીનગર કમિશનોરેટમાં સમાવેશ થનાર વિસ્તારની વિગતો એકત્ર કરવાની કામગીરી નાયબ પોલીસ અધિક્ષક કલોલને અને એલઆઈબીને શાખાને ગાંધીનગર પોલીસ કમિશનોરેટનો નકશો તૈયાર કરવાની જવાબદારી સોંપાઈ છે.