January 20, 2025
રમતગમત

ન્યુઝીલેન્ડ સામે આ પાંચ ખેલાડીઓના કારણે હાર થઇ

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વિરાટ કોહલીની ટીમને અતિ આત્મવિશ્વાસ ભારે પડ્યો છે. ટીમ ઈન્ડિયા 2013 બાદ કોઈ આઈસીસી ટ્રોફી જીતી શક્યું નથી. ન્યૂઝીલેન્ડની ટીમે દમદાર પ્રદર્શન કરી કરોડો ભારતીયોનું દિલ તોડી નાખ્યું છે. ભારતીય ટીમના પરાજયના અનેક કારણો છે. પરંતુ આ પાંચ ખેલાડીઓએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં નિરાશ કર્યા છે.

રોહિત શર્મા

ભારતને પોતાના સ્ટાર ઓપનર રોહિત શર્મા પાસે ખુબ આશા હતી. રોહિત શર્માએ બન્ને ઈનિંગમાં સારી શરૂઆત કરી પરંતુ સેટ થયા બાદ પોતાની વિકેટ ફેંકી દીધી હતી. રોહિત શર્મા બીજી ઈનિંગમાં સાઉદીની ઓવરમાં જે પ્રકારે LBW આઉટ થયો તેના પર સવાલ ઉઠી રહ્યાં છે. રોહિત સેટ થયા બાદ આઉટ થઈ જતા ભારતીય ટીમને ખુબ મોટો ઝટકો લાગ્યો હતો. રોહિતે પ્રથમ ઈનિંગમાં 34 અને બીજી ઈનિંગમાં 30 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓક્ટોબર 2019 બાદ ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મહત્વની ફાઇનલ મેચમાં પણ વિરાટ કોહલી મોટી ઈનિંગ રમવામાં ફ્લોપ રહ્યો. પ્રથમ ઈનિંગમાં કોહલીએ 44 તો બીજી ઈનિંગમાં માત્ર 13 રન બનાવી આઉટ થયો હતો. કોહલીને બન્ને ઈનિંગમાં જેમિસને પોતાનો શિકાર બનાવ્યો હતો.

ચેતેશ્વર પુજારા

પુજારાને ભારતીય ટેસ્ટ ક્રિકેટની દીવાલ કહેવામાં આવે છે. પરંતુ હવે પુજારાના પ્રદર્શન પર સવાલો ઉઠી રહ્યાં છે. છેલ્લા બે વર્ષથી પુજારા એકપણ સદી ફટકારી શક્યો નથી. તે સેટ થવામાં સમય તો લે છે પરંતુ સેટ થયા બાદ જે રીતે આઉટ થઈ રહ્યો છે, તેના પર સવાલ ઉઠી રહ્યાં છે. પુજારા પ્રથમ ઈનિંગમાં 8 અને બીજી ઈનિંગમાં 15 રન બનાવી આઉટ થયો હતો.

રિષભ પંત

છેલ્લા છ મહિનામાં રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં જે પ્રકારે પ્રદર્શન કર્યું તેની પ્રશંસા વિશ્વભરમાં થઈ હતી. ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાના ઐતિહાસિક શ્રેણી વિજયમાં પંતે દમદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મહત્વની મેચમાં પંત પ્રથમ ઈનિંગમાં જે રીતે આઉટ થયો હતો. ત્યારબાદ બીજી ઈનિંગમાં પંતે જરૂર 41 રન બનાવ્યા પરંતુ ટીમને જરૂર હતી ત્યારે ખરાબ શોટ ફટકારી આઉટ થઈ ગયો હતો.

જસપ્રીત બુમરાહ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ફાઇનલ મેચમાં તમામ લોકોને નિરાશ કર્યા છે. બુમરાહ લયમાં જોવા મળ્યો નહીં. તેણે ખરાબ બોલ ફેંકી સામેની ટીમને રન બનાવવાની પણ તક આપી હતી. પ્રથમ ઈનિંગમાં બુમરાહે 26 ઓવર ફેંકી પરંતુ તેને એકપણ સફળતા મળી નહીં.

Related posts

LLC 2023: અંતિમ ઓવરમાં બ્રેટ લીનો કમાલ, વર્લ્ડ જાયન્ટ્સે ઇન્ડિયા મહારાજાને હરાવ્યું

Ahmedabad Samay

શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો

Ahmedabad Samay

IND Vs AUS: શું ટીમ ઇન્ડિયા ઇન્દોરમાં ઇતિહાસ રચશે? જાણો 141 વર્ષ પહેલા ટેસ્ટમાં 85 રનના લક્ષ્ય સામે કેવી રીતે મેળવી હતી જીત

Ahmedabad Samay

RR vs PBKS Highlights: પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને પાંચ રનથી હરાવ્યુ, નાથન એલિસની ચાર વિકેટ

Ahmedabad Samay

‘કેન્યા સામે હારી જાઓ, પાકિસ્તાન સામે નહીં’; એશિયા કપ પહેલા અનિલ કુંબલેનું ચોંકાવનારું નિવેદન

Ahmedabad Samay

T20 માથી ભારત થયુ બહાર,વર્લ્ડ કપ નું સ્વપ્નું રહ્યું અધુરુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો