“ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે માત્ર 7 દિવસજ બાકી છે કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ આ વર્ષે જગતના નાથ નગર ચર્યાએ નીકળશે .આ રથયાત્રામાં લોકોની સંખ્યા પણ મર્યાદિત રાખવામાં આવશે.ભગવાનના મોસાળ પક્ષ તરફથી મામેરાની તૈયારીઓ પણ હાલ ચાલી રહી છે.આજે ભગવાનના મામેરાનાં દર્શન કરાવવામાં આવ્યા હતા.
મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.કોરોના ને લગતા ઓનલાઈન દર્શન રાખવામાં આવ્યા હતા છતાં ભક્તો પોતાની ભાવનાને કાબુમાં રાખી ન શક્યા અને મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં ‘નાથ’ના દર્શન માટે ઉમટયા હતા.ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે આ વર્ષે મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા બનાવવામાં આવ્યા છે
આ વર્ષે કોરોનાની સ્થિતીને લઈને મામેરામાં મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહેવામાં કહેવામાં આવ્યુ છે…મામેરામાં માત્ર 35 લોકો જ હાજર રહેશે…મંદિર તરફથી મામેરા માટે 35 પાસ બનાવી આપવામાં આવશે.