“અમદાવાદમાં ફરી એક વખત સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. સ્ટેટ મોનિટરિંગની ટીમે દરોડા પાડીને 150થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા છે. જુગારનો આટલો મોટો અડ્ડો ચાલતો હોવાની માહિતી શું પોલીસને હશે જ નહીં.
આવા અનેક સવાલ અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગના દરોડા બાદ થાય છે. દરિયાપુર તંબુ ચોકીથી માત્ર 200 મિટર દુર મોટા વાઘજીપૂરામાં આવેલ મનપસંદ જીમખાનામાં 150 જેટલા જુગારીઓ ઝડપાયા છે.
અલગ-અલગ 7 ઘરની અંદર આ જુગારધામ ચાલતું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકો જુગાર રમવા માટે આવતા હતા. લાંબા સમયથી આ જુગારધામ ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે. દરોડા બાદ જુગાર રમાડનાર અને કોની રહેમ નજર હેઠળ આ જુગાર ધામ ચાલતું હતું. તેની તપાસ ચાલી રહી છે.”