August 7, 2026
ગુજરાત

ચેતી જજો માસ્ક વગર નીકળ્યા પોલીસ વસુલસે દંડ, વધતા જતા કેસના કારણે પોલીસ એક્શન મોડમા

રાજ્યભરમાં દિવાળી તહેવાર બાદ કોરોનાના કેસોની સંખ્યા ફરી એક વખત ગતિ પકડી રહી છે. બીજી લહેર બાદ પણ અનેક જાહેર સ્થળોએ વગર માસ્ક્કે નાગરિકો ફર્યા છે. જેને પગલે કોરોના કેસોની સંખ્યા વધી રહી હોવાનું એક પ્રાથમિક તારણ સામે આવી છે.

કોરોના ગાઈડલાઈનનું જરૂરી પાલન અમદાવાદ પોલીસ દ્વારા કરવાનું શરૂ કરવામાં આવ્યું. વગર માસ્ક્કે ફરતા નાગરિકોને સમજાવવાનું યોગ્ય સમજી પોલીસે માસ્ક્ક વિતરણ કર્યા અને માસ્ક્ક પહેરવું જરૂરી હોવાનું પણ સમજાવ્યુ. તેમ છતાં કેટલાક નાગરિકો હવે પોલીસ સાથે તકરાર પર ઉતરી અને દલીલો કરતા નજરે પડી રહ્યા છે.

જેના પગલે પોલીસે ક્યાંક દંડાત્મક કાર્યવાહી પણ શરૂઆત કરવી પડી છે. અમદાવાદ શહેર પોલીસે અનેક મોટા જંકશન ઉપર પોલીસ પોઈન્ટ ગોઠવીને વગર માસ્ક વિના ફરતા લોકોને અટકાવી પ્રથમ તબક્કે સમજાવટ અને ત્યારબાદ દંડાત્મક કાર્યવાહીથી લોકોને ફરજીયાત માસ્ક્ક પહેરવાનું બીડું ઝડપ્યું છે. બે વર્ષ બાદ તહેવારોની હર્ષોલ્લાસભેર ઉજવણી કરતા નાગરિકો કોરોના રાજ્યમાં હોવાનું ભૂલી ચૂક્યા હતા. માસ્ક્ક પહેરવાનું તો બંધ કરી દીધું હોય તેઓ શહેરમાં વાતાવરણ ઊભું થયું હતું. એક કારણ એ પણ હતું કે પોલીસે પણ દંડનીય કાર્યવાહી કે માસ્ક્કના મેમો આપવાનું બંધ કર્યું હતું.

જોકે ફરી એક વખત પોલીસ વિભાગને મૌખિક સૂચના કરવામાં આવ્યું છે કે માસ્ક્ક નહીં પહેરનાર વ્યક્તિઓ સામે લાલ આંખ કરવામાં આવે અને રસ્તે અવરજવર કરતા વ્યક્તિઓને ફરજિયાત માસ્ક્ક માટે સમજાવવામાં આવે.

આમ નહી કરના વ્યક્તિઓને આવે રૂપિયા ૧૦૦૦નો દંડ કરવાની તૈયારી રાખવી પડશે. ઉલ્લેખનીય છે કે કોરોના હળવો થયો છે જેને પગલે લોકો માસ્ક પહેરવાનું ભૂલી ગયા હોય તેમ બિન્દાસ જોવા મળી રહ્યા છે. તહેવારો હોવાનાં કારણે પોલીસ પણ આંખ આડા કાન કરીને લોકોની તહેવારની મજા ન બગડે તેમ ચલાવી રહી હતી. જો કે કોરોના કેસોની સંખ્યા અમદાવાદમાં વધે નહીં તે માટે પોલીસે નવતર પ્રયાસ હાથ ધરી લોકોને માસ્ક્ક પહેરાવવાની કામગીરી શરૂ કરી છે.

Related posts

અમદાવાદ: બપોરે 1 વાગ્યા પછી ધોધમાર વરસાદની આગાહી, 22 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર

Ahmedabad Samay

સનાયા અને પ્રિશા નીરજસિંહ ભદૌરિયા દ્વારા શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ માટે દાન આપ્યું

Ahmedabad Samay

“એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવ્યું

Ahmedabad Samay

વર્તમાન સમયમાં શેરબજારમાં જોવા મળી રહેલી ભારે અસ્થિરતા અને ઉતાર-ચઢાવના કારણે બેંક FD સેફ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,

Ahmedabad Samay

પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર પ્રાથમિક વિભાગ માં રંગારંગ કાર્યક્રમ ” ખિલખિલાટ નુ સુંદર આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો