August 7, 2026
ગુજરાતઅપરાધ

કિશન ભરવાડ ઉપર જાહેરમાં ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં વધુ એક નવો ખુલાસા

ધંધૂકામાં કિશન ભરવાડ ઉપર જાહેરમાં ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અને આ કેસના તાર છેક દિલ્લી સુધી પહોંચ્યા છે. ત્યારે ગુજરાત એટીએસે દિલ્હીથી મૌલવી કમરગની ઉસ્માનીને પકડી પાડ્યો અને અને આજે રવિવારે અમદાવાદ એટીએસની ઓફિસ ખાલે લવાયો હતો.

ત્યારબાદ આ અંગે એસપી આઈજી શેખ દ્વારા પ્રેશ કોન્ફરન્સ કરીને કેસ અંગે માહિતી આપવામાં આવી હતી. ગુજરાત એસટીએસના અધિકારી આઈજી શેખે જણાવ્યું હતું કે, ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસ મામલે દિલ્હીના મૌલવી કરમગની ઉસ્માનીને પકડીને અમદાવાદ લવાયો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. મૌલવી કમરગની કટ્ટરપંથી વિચારધારા ધરાવ છે.

તે મોહમ્બ પયગંર વિરુદ્ધ અપમાન જનક શબ્દો ઉચ્ચારનાર સામે કડક કાર્યવાહી કરે છે. અને આ અગાઉ પણ તેની સામે કાર્યવાહી પણ થઈ હતી. મૌલવી કમરગની એક સંગઠન ચલાવે છે અને જે સામાજિક કાર્યો સહિત પયગંબર સામે થતી ટિપ્પણીઓ કરનાર સામે કાર્યવાહી કરવાનું પણ કામ કરે છે. તે પોતાના સંગઠનના કામ અર્થે કેટલીકવાર ગુજરાતમાં પણ આવ્યો હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે. એટીએસના એસપી આજી શેખે જણાવ્યું હતું કે, હત્યા કેસમાં ફાયરિંગ કરનાર શબ્બીર ગની ઇન્સ્ટાગ્રામ થકી દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ શબ્બીર જમલાપુરમાં રહેતા મૌલાના આયુબ આસિમ સમા સંપર્કમાં આવ્યો હતો.

આયુબે આ પહેલા પોરબંદરના સાજનની હત્યા માટે પણ તેને પોરબંદર સાથે લઈ જવામાં આવ્યો હતો. જોકે, સાજનની હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. સાજને પણ પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેની સામે ફરિયાદ નોંધાતા બે મહિના સુધી જેલમાં રહ્યો હતો. હવે શબ્બીરના હાથે કિશન ઉપર ફાયરિંગ કરીને હત્યા કરાવવામાં આવી હતી. આજી શેખે જણાવ્યું હતું કે, મૌલાના આયુબ આસિમ સમાના મનમાં એક જ સ્પષ્ટ વાત હતી. જે વ્યક્તિ પયગંબરનું અપમાન કરે એની સજા મોત જ હોઈ શકે છે. આવી રીતે પોરબંદરના સાજને પણ પયગંબર વિશે અપમાન જનક ટિપ્પણી કરી હતી. જેના પગલે તેની હત્યા કરવાની કોશિશ કરી હતી. સાજનની હત્યા કરવા માટે શબ્બીરને સાથે રાખી પોરબંદરમાં રેકી હતી. જોકે, પ્લાન આખો નિષ્ફળ ગયો હતો. જોકે, કિશન ભરવાડની પણ આવી રીતે હત્યા કરવામાં આવી હતી.

Related posts

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારતો ઉકાળાનું વિતરણ કરાયું

Ahmedabad Samay

વર્ષના અંતિમ માસમાં ચાર મોટા બદલાવ થવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા રામ મંદિર બનાવવા દરેક હિન્દૂ દ્વારા ભંડોળ એકત્રિત કરી જનભાગીદારી કરાવવામાં આવશે.

Ahmedabad Samay

૧ થી ૫ ધોરણના વર્ગો ઓફલાઇન શરૂ કરવામાટે ગંભીર વિચારણા હાથધરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ કેસમાં આજે પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર કોર્ટનો ચુકાદો, તથ્ય પટેલની રેગ્યુલર જામીન પર સુનાવણી

Ahmedabad Samay

ઓક્‍ટોબર મહિનામાં સાબરમતીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધીની સી પ્‍લેન ચલાવવાની યોજના શરૂ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો