August 7, 2026
ગુજરાત

નરોડા GIDCમાં આગ લાગતાં એક કર્મચારીનું દાઝી જવાથી થયું મોત

અમદાવાદના નરોડા જીઆઇડીસી ફેસ-ટુ માં ઍન્જીનીયરીંગ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગમાં ઍક કર્મચારીનું મોત થયું હતું.

નરોડા GIDCમાં ફેઝ 2માં આવેલી એક કંપનીમાં ઓઇલમાં આગ લાગતાં એક કર્મચારીનું દાઝી જવાથી મોત થયું છે. આગની ઘટના બનતાં ફાયર બ્રિગેડની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ કર્મચારી આખો આગની ઝપેટમાં આવી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે દાઝી જવાથી મોત થયું હતું. આ મામલે ફાયરબ્રિગેડે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આજે સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ નરોડા GIDC ફેઝ-2માં આવેલી આલ્ફા મેટલ નામની એન્જિનીયરિંગ કંપનીમાં કામ કરતો એક કર્મચારી મોહબ્બતસિંહ પરમાર (ઉ.વ વર્ષ 55) જ્યારે ઓઇલના ભાગમાં ગયા ત્યારે કોઈ કારણોસર આગ લાગી હતી. અને તેઓ આ આગની ઝપેટમાં આવી જતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

કર્મચારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી પરંતુ ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં કર્મચારી મોહબ્બતસિંહ પરમાર નું ઘટનાસ્થળે મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટના મામલે પોલીસ અને FSLની ટીમને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને આગળની વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Related posts

નવા વાડજ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક શોકના સમાચાર, મહેશ કનોડિયા બાદ ભાઈ નરેશ કનોડિયા નું કોરોનાથી નિધન

Ahmedabad Samay

આજ રોજ જી.સી.એસ. ખાતે “એસેન્શિયલ્સ ઓફ કોવિડ -19 ફોર એનેસ્થેસિયોલોજિસ્ટ્સ” પુસ્તકનું વિમોચન કરાયું

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં વિવિધ પદ પર પદાધિકારીઓ નિયુક્ત કરાયા

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

Ahmedabad Samay

નરોડામાં આવેલ મધુવન ગ્લોરી ફ્લેટ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરવાની સમસ્યા યથાવત, જનતા થઇ ત્રાહિમામ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો