September 21, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

વડતાલના સ્વામી નૌતમે આપ્યું એવું નિવેદન કે ચૂંટણીમાં ભાજપ ઉપર થશે વોટનો વરસાદ, જાણો શું છે નિવેદન

વડતાલ સ્‍વામિનારાયણ મંદિરના નૌતમ સ્‍વામીએ આ વખતે હિન્‍દુઓને આંખ બંધ કરીને ભાજપ માટે વોટ આપવાની અપીલ કરી છે. આ અપીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં નૌતમ સ્‍વામી કહ્યું  કે, ભાજપના રાજના કારણે હિન્‍દુઓ આજે ગર્વથી મસ્‍તક ઊંચું રાખીને ફરી શકે છે. કાશી વિશ્વનાથનું મંદિર ૫૦૦ ફૂટમાં હતું. ૫ લાખ સ્‍ક્‍વેર ફૂટનું કરવાનું કામ વિક્રમાદિત્‍ય અને રાજા રણજિતસિંહ પછી કોઇએ કર્યું હોય તો તે માનનીય નરેન્‍દ્રભાઇએ કર્યુ છે. કેદારનાથનું ક્ષતિગ્રસ્‍ત થયેલું મંદિર એનો અબજો રુપિયાનો પ્‍લાન કોઇ હેરીડીટરીમાં જન્‍મેલો રાજા ન કરી શકે તેવું કામ નરેન્‍દ્રભાઇ મોદીએ કર્યું છે.                                                                                                                   સોમનાથનો વિકાસ હોય, અંબાજીનો વિકાસ હોય, ગીરનારનો વિકાસ હોય પાલિતાણાનો વિકાસ હોય, ડાકોરજીનો વિકાસ હોય કે શ્રી દ્વારિકાજીનો વિકાસ હોય શ્રી રામજન્‍મભૂમિ પરનું ભગવાન શ્રી રામનું મંદિર હોય, આ બધા પવિત્ર કામો નરેન્‍દ્રભાઇના હાથે થઇ રહ્યા છે. આવનારી શતાબ્‍દી એ હિન્‍દુઓની શતાબ્‍દી છે એટલે યાદ રાખીને જેટલા હિન્‍દુ હોય એમને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને આંખ મીચીને મત આપવો નાના મોટા સ્‍વાર્થ ભૂલીને અને રસ્‍તો બન્‍યો કે ન બન્‍યો એમાં પડ્‍યા વગર ભાજપને જ મત આપવા અપીલ કરૂ છું.

Related posts

અમદાવાદ – વરસાદમાં ઈમજન્સી સમયે ટ્રાફિક જવાનોને 1095 હેલ્પલાઈન પર મદદ માટે કરી શકો છો ફોન

Ahmedabad Samay

દિલ્‍હી પોલીસે વિવિધ રાજ્‍યોમાંથી પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી, આંતકવાદીઓના મનસૂબા કર્યા નિષ્ફળ

Ahmedabad Samay

ભાજપે વિકાસ તો કોંગ્રેસે મોંઘવારી બેકારી ગરીબી વગેરે મુદ્દા આવરી લીધા છે.

Ahmedabad Samay

સ્ત્રી જે કામ કરે છે તે પુરુષ ક્યારેય કરી શકતો નથી: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજની સ્ત્રીઓ અને બાળકો દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

આ વર્ષે ૯મી મેથી ૧૨ જૂન સુધી ૩૫ દિવસનું રહેશે ઉનાળુ વેકેશન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો