September 22, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

આ કારણે નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે નરોડા બેઠક પરથી NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમણે છેલ્લી ઘડીએ ફોર્મ પાછુ ખેંચી લીધું છે. હવે આ બેઠક પરથી મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે નરોડા બેઠક પર એનસીપી અને કોંગ્રેસનું ગંઠબંધન થયું છે..

અમદાવાદની નરોડા બેઠક પર NCP અને કોંગ્રેસે ગઠબંધન કર્યુ છે.  થોડા દિવસ પહેલા NCPએ નિકુલસિંહ તોમરને મેન્ડેટ આપ્યો હતો. જોકે નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી હતી. જેથી હવે NCPએ મેઘરાજ ડોડવાણીને ટિકિટ આપી છે.

આ કારણે નિકુલસિંહએ ચૂંટણી લડવાની ના પાડી

નરોડા બેઠક પર NCPએ નિકુલસિંહ તોમરને ટીકિટ આપી હતી. છેલ્લી ઘડીએ નિકુલસિંહે ચૂંટણી લડવાની ના પાડી દેતાં હવે તેમની જગ્યાએ મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડશે. હવે સમીકરણ એવું છે કે નિકુલસિંહને ચૂંટણી લડવી હોય તો AMCના કોર્પોરેટર પદેથી રાજીનામું આપવું પડે એમ હોવાથી તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. હવે નરોડા બેઠક પર પેચ ફસાયો છે.

તમને જણાવી દઈએ કે, નરોડા બેઠક પર સિંધી સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક વર્ષોથી ભાજપનું ગઢ ગણાય છે. ત્યારે હવે આ ચૂંટણીમાં NCPએ સિંધી આગેવાન મેઘરાજ ડોડવાણીને ટિકિટ આપી છે. નરોડા બેઠક પર NCPના મેઘરાજ ડોડવાણી, ભાજપના પાયલ કુકરાણી અને AAPના ઓમપ્રકાશ તિવારી વચ્ચે ટક્કર થશે.

Related posts

એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા 26 વર્ષીય ગુલવીરે 28 મિનિટ 38.63 સેકન્ડનો સમય લઇને ગોલ્ડ મેડલ જીત્યો

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, વિદ્યાર્થીઓ આ રીતે જાણી શકશે રિઝલ્ટ

Ahmedabad Samay

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay

અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી

Ahmedabad Samay

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો