September 27, 2026
ગુજરાત

રાજકોટમાં પઠાણી ઉઘરાણીનાં ત્રાસથી હરી વેપારીને કરી આત્મહત્યા: નરાધમોને સજા ન મળે ત્યાં સુધી પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

પઠાણી ઉઘરાણી સામે હારેલા વેપારીએ પોતાની જ દુકાનમાં ગત રાત્રીના ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સ્યુસાઇડનોટમાં ઉલ્લેખ કરેલ આરોપીઓની જ્યાં સુધી ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ પરિવારજનોએ ઇન્કાર કર્યો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં મવડી નગરમાં વિનાયક નગર વિસ્તારમાં રહેતા અને મોટામૌવા પાસે સફલ રેસીડેન્સી પાસે કોલસાની દુકાન ધરાવતા રવાભાઈ ખોડાભાઇ ઝાપડા નામના ૪૦ વર્ષીય યુવાને રાત્રીના સમયે પોતાની જ દુકાનમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો. રવાભાઈનો પુત્ર દુકાન પર આવ્યો ત્યારે પરિવારજનોને બનાવ અંગેની જાણ થઈ હતી. તાત્કાલિક ધોરણે ૧૦૮માં ફોન કરતા ૧૦૮ના સ્ટાફે રવાભાઈ ઝાપડાને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. આ અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક રવાભાઈ ઝાપડા કોલસાનો વેપાર કરતા હતા અને તેઓએ કોઈ કારણોસર ત્રણ વ્યાજખોરો પાસેથી પૈસા વ્યાજે લીધા હતા. જેના કારણે આ ત્રણ વ્યાજખોરમાંથી એક વ્યાજખોરે રૂ.૧ લાખની સામે રૂ.૧૩ લાખ વસુલ્યા હતા તો બીજા વ્યાજખોર દ્વારા તેમનું મકાન પચાવી પાડવામાં આવ્યું હતું. જ્યારે ત્રીજા વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરી ૧૩ તોલા સોનું પચાવી પાડ્યું હતું. આ ત્રણેય વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત કોલસાના વેપારીએ પોતાની જ દુકાનમાં આપઘાત કરી લેતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ છે. આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસે વેપારીના મૃતદેહ પાસેથી સ્યુસાઇડ નોટ કબજે કરી વ્યાજખોર સામે આકરા પગલાં લેવા માટે કાર્યવાહી હાથધરી છે. તો બીજી તરફ મૃતક રવાભાઈ ઝાપડાના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.

Related posts

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

Ahmedabad Samay

કુબેરનગરમાં કેવિન નામનું બાળક ગંભીર બીમારીથી પીડાઇ રહ્યો છે,સારવાર માટે સમાજ પાસે માંગી મદદ

Ahmedabad Samay

રામોલમાં  અસામાજીક તત્વોએ હાથમાં તલવાર અને ડંડા જેવા હથિયારો સાથે આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી છે

Ahmedabad Samay

ધો.૧૨ સાયન્સ નું પરિણામ જાહેર, સૌથી થી વધુ પરિણામ મેળવતું કેન્દ્ર ધ્રોલ 91.42% પરિણામ, સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા

Ahmedabad Samay

મતદારયાદીમાં બે જગ્‍યાએ નામ રાખવું તે ૧ વર્ષ સુધીની કેદને પાત્ર છે,sir ફોર્મ વિગત નહિ ખબર હોય તોપણ સહી કરી જમા કરી શકાશે ફોર્મ

Ahmedabad Samay

ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું,પરડાઈશ ઇંગ્લિશ સ્કૂલ નું H.S.C. નું ૧૦૦%પરિણામ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો