August 13, 2026
ગુજરાત

આગામી ૨૦નાં રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠક: નવા ડે.મેયરની વરણી કરવામાં આવે તેવી સંભાવના

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૨૦મી માર્ચના રોજ સવારે ૧૧ કલાકે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં નવા ડે.મેયરની વરણી કરવામાં આવે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે. બોર્ડના એજન્ડામાં મુખ્ય પાંચ દરખાસ્ત છે. જેમાં ડે.મેયરની ચૂંટણીની દરખાસ્ત હાલ મૂકવામાં આવી નથી. પરંતુ અધ્યક્ષસ્થાનેથી અરજન્ટ બિઝનેશ દરખાસ્ત રજૂ કરી નવા ડે.મેયરની વરણી કરી દેવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી. શહેર ભાજપ દ્વારા હાલ સંભવિતોના નામ પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ડો.દર્શિતાબેન શાહ રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતાં. એક વ્યક્તિ, એક હોદા પક્ષના નિયમ મુજબ તેઓએ પ્રદેશ હાઇકમાન્ડના આદેશ મુજબ ગત ૧૯મી ફેબ્રુઆરીના રોજ ડે.મેયર પદેથી રાજીનામું આપી દીધું હતું. છેલ્લા એક મહિનાથી ડે.મેયરની જગ્યા ખાલી પડી છે. આગામી ૨૦મી માર્ચના રોજ જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં અલગ-અલગ પાંચ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. વોર્ડ નં.૭માં પંચનાથ પ્લોટ શેરી નં.૪માં મેઇન પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલું જાહેર યુરિનલ દૂર કરવા, પંચનાથ પ્લોટ સદરમાં આવેલ જૈન ઉપાશ્રયવાળા માર્ગને પૂ.ગુલાબબાઇ મહાસતીજી માર્ગ નામકરણ કરવા, વોર્ડ નં.૧૮માં રોલેક્સ રોડ પર મુરલીધર પાર્ક પાસે આવેલા ચોકને સરદાર ચોક નામકરણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ ધ્યાનમાં લેવા સહિતની પાંચ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ડે.મેયરની ચૂંટણીની દરખાસ્ત બોર્ડમાં રજૂ કરવામાં આવી નથી. પરંતુ અધ્યક્ષસ્થાનેથી અરજન્ટ બિઝનેશ મૂકી ડે.મેયરની વરણી કરી દેવામાં આવે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે. શહેર ભાજપ દ્વારા સંભવિતોના નામ હાઇકમાન્ડને આપી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં સંભવિતોના નામમાંથી પેનલ બનાવ્યા બાદ કોઇ એક નામ પર આખરી મંજૂરીની મહોર મારવામાં આવશે. વર્તમાન બોડીની મુદ્ત સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી છે. આવામાં નવા ડે.મેયરની વરણી છ મહિના માટે કરવામાં આવે કે સળંગ ત્રણ વર્ષ માટે તે જોવાનું રહેશે.

Related posts

નારોલના હાઈ-ફાઈ ચાર રસ્તા પર વારંવાર કાદવમાં પડી રહ્યા છે બાળકો, તંત્રને કામગિરી કરવાની દરકાર નથી લેતું

Ahmedabad Samay

સિનિયર મોસ્ટ IAS ગુરૂપ્રસાદ મોહપાત્રનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

અમદાવાદ – જીએસઆરટીસીની બસો થઈ મોંઘી, 10 વર્ષ બાદ ટિકિટના ભાડા વધતા જાણો કેટલા રુપિયા વધુ ચૂકવવા પડશે

Ahmedabad Samay

દેવેન્દ્રસિંહ કુશવાહ ને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અમદાવાદ શહેર અધ્યક્ષ ઘોષિત કરવામાં

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

નોકરી આપવાની લાલચમાં મિત્ર એજ મિત્રને છેતર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો