August 7, 2026
ગુજરાત

અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો, 1200 બેડની હોસ્પિટલમાં 18 બેડનો વોર્ડ કાર્યરત

અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યા છે. બે દિવસ પહેલા 49 કેસ નોંધાયા હતા ત્યારે 24 કલાકમાં નવા 62 કેસો નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા 119 કેસમાં અમદાવાદમાં કોરોનાનો આંક વધવા પામ્યો છે. કોરોનાની ધીમી ગતિની રફ્તાર આગળ વધતા 1200 બેડ હોસ્પિટલમાં 18 બેડ સાથેનો વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. ઈમરજન્સીમાં વિવિધચ મેડિકલ સુવિધા સાથેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં જેટલા કેસો આવી રહ્યા છે, તેની સરખામણીમાં 50 ટકા જેટલા કેસો ફક્ત અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. 119 કોરોના પોઝિટવ કેસ નોંધાતા ચિંતા પણ વધી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલની 1200 બેડની હોસ્પિટલને અત્યારથી જ સજ્જ કરાઈ છે. જો કે, તેમાં કેટલાક બેડ કાર્યરત કરાયા છે.

1200 બેડ હોસ્પિટલમાં 18 બેડ સાથેનો વોર્ડ કાર્યરત કરાયો છે. કોરોના વોર્ડમાં ઓક્સિજન સહિતની તમામ સુવિધા રખાઈ  છે. હોસ્પિટલમાં હાલ એક પોઝિટિવ અને એક શંકાસ્પદ દર્દી દાખલ છે. 1200 બેડમાં જરુર પ્રમાણે વધુ બેડ વધારવાની તૈયારી પણ છે.

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે છે. 15 માર્ચે રાજ્યમાં કોરોનાના 90 કેસ નોંધાયા હતા. ત્યારે આ સંખ્યામાં 100થી વધુ સામે આવી રહી છે. કોવિડ અને H3N2ના વધતા જતા કેસોને જોતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 300ને વટાવી ગયો છે.  અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ H3N2 વાયરસનો ચેપ પણ સામે આવ્યો છે.

Related posts

વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

BJP સંગઠનાત્મક માળખાને વેગ આપવા માટે વિવિધ પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની મહત્વની નિમણૂંક કરવામાં આવી

Ahmedabad Samay

પાલિકા તંત્ર દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કિડની અને મૂત્રમાર્ગના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ

Ahmedabad Samay

પોરબંદરના સાગરમાં કોસ્ટગાર્ડ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ કવાયત : પ્રદૂષણ પ્રતિભાવ સાધનોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો