August 13, 2026
ગુજરાત

અમદાવાદ – મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ

અમદાવાદમાં મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જમીન વેચાણમાં ઠગાઈ મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા આ ફરીયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં જમીન વેચી દસ્તાવેજ ન બનાવી 80 લાખ રુપિયા પડાવ્યા હોવાના મામલો સામે આવ્યો છે. 2017માં જમીન વેચાણ કર્યા બાદ દસ્તાવેજ ન કર્યાનું પણ સામે આવ્યું છે. જો કે, ત્યાં પણ પીએમઓ અધિકારી તરીતે ઓળખ આપી હોવાનું જાણવા મળે છે. જેથી આ મામલે પણ ફરિયાદને આધારે મહાઠગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

શ્રીનગરમાં નકલી પીએમઓ ઓફિસર તરીકે ઝડપાયેલા કિરણ પટેલની એક પછી એક મુશ્કેલીઓ વધી રહી છે. ગુજરાતમાં છેતરપિંડીના અનેક કેસો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવી રહ્યા છે.  નવી એફઆઈઆરમાં પટેલની ટૂંક સમયમાં પૂછપરછ થવાની અપેક્ષા છે. જેથી આ મામલે પણ કાર્યવાહી થઈ શકે છે. ફરીયાદના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

ઠગ પોતાને PMOનો એડિશનલ સેક્રેટરી ગણાવીને સરકારની તમામ સુવિધાઓ લઈ રહ્યો હતો આ સાથે છેતરપિંડી પણ પોતાની આ ઓળખ આપીને વધુ કરી રહ્યો હતો. લોકો પણ તેના વિશ્વાસમાં આવીને ભોળવાઈ જતા હતા. જેથી કિરણ પટેલ મામલે વધુ ઠગાઈની ફરીયાદો નોંધાય તો નવાઈ નહીં. સમગ્ર છેતરપિંડીના ેક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જો કે, તે ઘણા સમયથી ન્યાયિક કસ્ટડીમાં છે. જેથી તમામ કેસો મામલે કિરણ પટેલ મહાઠગ સામે કાનૂની કાર્યવાહી પણ તેજ બની રહી છે.

Related posts

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા રામ મંદિર બનાવવા દરેક હિન્દૂ દ્વારા ભંડોળ એકત્રિત કરી જનભાગીદારી કરાવવામાં આવશે.

Ahmedabad Samay

નરોડામાં યુવતીને વેચવાનો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

એલિસબ્રિજ પોલીસે ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડયુ

Ahmedabad Samay

કિશન ભરવાડ હત્યા કેસમાં હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

Ahmedabad Samay

આ વર્ષની અખાત્રીજે બની રહ્યા છે શુભ મુહુર્ત

Ahmedabad Samay

NMMS પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો