August 7, 2026
અપરાધ

અમદાવાદ: SVP હોસ્પિટલમાં 25 વર્ષીય યુવતીએ 12મા માળેથી મોતની છલાંગ લગાવી, કારણ અકબંધ

અમદાવાદની જાણીતી SVP હોસ્પિટલમાં એક ગોઝારી ઘટના બની છે. એક 25 વર્ષની યુવતીએ હોસ્પિટલના 12મા માળેથી છલાંગ લગાવી જીવન ટૂકાવ્યું હોવાની ઘટના બની છે. નીચે પટકાતા યુવતીને ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, SVP હોસ્પિટલમાં દાખલ 25 વર્ષની યુવતી કિડનીની બીમારીથી પીડિત હતી. દરમિયાન યુવતીએ હોસ્પિટલના 12મા માળેથી છલાંગ લગાવી હતી. યુવતી હોસ્પિટલના 5મા માળે પટકાઈ હતી. આથી યુવતીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું છે. આ મામલે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવતી લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત હતી અને ડાયાલીસીસ માટે હોસ્પિટલ આવતી હતી. બીમારીથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો હોવાનું હાલ મનાઈ રહ્યું છે.
આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ
જો કે, યુવતીની આત્મહત્યા પાછળનું ચોક્કસ કોઇ કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે યુવતીના મોતનું કારણ જાણવા વધુ તપાસ શરુ કરી છે.

Related posts

વડોદરાના ભાયલીમાં સર્જાયો ગોઝારો અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી કાર છોટા હાથી સાથે ધડાકાભેર અથડાઈ, ઘટના CCTVમાં કેદ

Ahmedabad Samay

જેહાદીઓ દ્વારા દિલ્હીમાં રામ ભક્તની રામ નામ લેવા પર કરી કરુણ હત્યા

Ahmedabad Samay

બાપુનગરના શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

Ahmedabad Samay

ઘરકામ અને સાફ-સફાઈ માટે રાખવામાં આવેલી બે મહિલાઓએ મોકો મળતા જ કિંમતી દાગીના પર હાથફેરો કર્યો

Ahmedabad Samay

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ, કન્સ્ટ્રક્શનના વેપારી પાસેથી રૂ.80 લાખ પડાવ્યા!

admin

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો