August 7, 2026
ગુજરાત

અમદાવાદ: લાંચ માગનાર AMC કર્મચારીની ધરપકડ, ગેરકાયદેસર પાણીની પાઇપલાઇન નાખવા માગી હતી લાંચ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના એક કર્મચારીને રૂ. 20 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે. ફરિયાદના ઘરમાં પાણીની નવી પાઈપલાઈન નાખવા મામલે રૂ. 20 હજારની લાંચ માગતા એસીબીએ છટકુ ગોઠવી લાંચ લેનારા એએમસી કર્મચારીની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ, ચાંદખેડામાં ફરિયાદીના ઘરની બાજુમાં આવેલા બત્રીસી હોલ વાળાએ પાણીની નવી પાઈપલાઈન લેવા માટે અરજી કરવામાં આવી હતી, જે અરજી મંજૂર થતા પાણીની નવી પાઈપલાઈનનું ખોદકામ શરૂ કરાયું હતું. દરમિયાન ફરિયાદીએ પોતાના ઘરમાં પાણીની નવી પાઇપલાઇન નાખવા માટે અરજી કરી હતી. ત્યારે ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર પાણીની પાઇપલાઇન નાખવા માટે એએમસી કર્મચારી હેમરાજ દાફડાએ રૂ. 25 હજારની લાંચ માગી હતી. જો કે, ઘણી રકઝક બાદ રૂ. 20 હાજરની રકમ નક્કી કરવામાં આવી હતી.

એસીબીએ છટકુ ગોઠવી ધરપકડ કરી

પરંતુ, ફરિયાદ લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવી રૂ.20 હજારની લાંચ લેનારા એએમસી કર્મચારીની ધરપકડ કરી છે. આ મામલે આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ.

Ahmedabad Samay

જૂનાગઢની ખાનગી શાળા અચાનક બંધ કરવાના સંચાલકોના નિર્ણયના લીધે RTE હેઠળના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા વાલીઓનો હોબાળો

Ahmedabad Samay

આજથી વિશ્વના સૌથી મોટા મહારસીકરણનો પ્રારંભ

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ, ગુરૂવારે ૨૫મી જુલાઈના રોજ બપોરે ૩-૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા થયા દાદા સાહેબ ફાળકે ભારત ગૌરવ સન્માન એવોર્ડથી સમ્માનિત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો