August 25, 2026
ગુજરાત

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્ય કક્ષાના લલિતકલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભ અને પ્રદર્શનનું આયોજન

ગુજરાત રાજ્ય રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા વર્ષ 2016થી 2020ના ચાર વર્ષ દરમિયાનના ગુજરાત રાજ્ય લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભનું તથા પુરસ્કૃત કલાકારો દ્વારા રચિત કળાકૃતિઓના પ્રદર્શન કાર્યક્રમનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું.

           ગુજરાત રાજ્યના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી  મૂળુભાઈ બેરા હસ્તે કુલ 31 કલાકારોને લલિતકલા ગૌરવ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ચિત્રકલા, છબીકલા, શિલ્પકલા (રેતશિલ્પ) ક્ષેત્રે આગવું પ્રદાન આપી ચૂકેલા કલાકારોને પુરસ્કાર રૂપે તામ્રપત્ર, રૂ. 51,000 તથા શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા.

           આ પ્રસંગે પ્રસંગિક ઉદબોધન આપતા મંત્રી  મૂળુભાઈ બેરાએ કહ્યું કે, સન્માનિત થયેલા તમામ કલાકારોએ ગુજરાતના કળાવારસામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કોઈ પણ કારણોસર કલાકારોને કળામાં અડચણ ઊભી ન થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

            મંત્રી વધુમાં જણાવ્યું કે, લલિત કલા અકાદમી પુરસ્કૃત વડીલ કલાકારો અને યુવા કલાકારો સાથે મળીને કળાના વારસાને આગળ લઈ જાય; યુવાઓ પણ વિવિધ કળાના ક્ષેત્રમાં રસ લેતા થાય તેવું વડીલોનું માર્ગદર્શન મળી રહે તથા અનોખી અને પ્રાચીન કળાને આગળ વધારવામાં તે મદદરૂપ થાય. વિવિધ કળાના ક્ષેત્રે કલાકારો ઊર્જાવાન રીતે આગળ વધે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવે તેવી શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી હતી.
           આગવી ઓળખ અને અનોખી કળાના માલિક એવા આ 31 કલાકારો વિવિધ ક્ષેત્રો જેવા કે, ચિત્રકલા છબીકલામાં ઘણા વર્ષોથી પોતાનું યોગદાન આપી રહ્યાં છે. શિલ્પકલામાં પણ રેતશિલ્પ ક્ષેત્રે સૌપ્રથમવાર કોઈ કલાકારને ગુજરાત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તે નોંધનીય છે.
            આ કાર્યક્રમમાં ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, અમિતભાઈ શાહ, ગુજરાત સરકાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ  અશ્વિની કુમાર સહિત ઉચ્ચ અધિકારી તથા મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના કલાકારોએ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકારાશે

Ahmedabad Samay

નવા સંસદ ભવનમાં જામનગર પણ સહભાગી બન્યું, જિલ્લાની આ જાણીતી કંપનીએ ઐતિહાસિક કાર્યમાં આ રીતે આપ્યું અમૂલ્ય યોગદાન

Ahmedabad Samay

આજથી વિશ્વના સૌથી મોટા મહારસીકરણનો પ્રારંભ

Ahmedabad Samay

વડોદરા ઢોર પાર્ટી પર હુમલો કરનારની થઈ ધરપકડ, અગાઉ થયો હતો હુમલાનો વીડિયો વાયરલ, હવે જેલ હવાલે

Ahmedabad Samay

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલ IIM ના વિદ્યાર્થીને કોરોના થતા સુપર સ્પ્રેડર બન્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો