August 9, 2026
ગુજરાત

અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યું

અમદાવાદમાં સાંજે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાએ એકસાથે ધડબડાટી બોલાવી હતી અને. સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું હતું. વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી હાઈવે, સિંધુ ભવન, માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે 4 અંડરપાસ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં અખબારનગર , મીઠાખળી, પરિમલ અને મકરબા અંડરપાસ બંધ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હજી પણ સાંજની તીવ્રતા મુજબ અતિ ભારે વરસાદ યથાવત રહે તેવી શક્યતા છે. સમગ્ર એસજી હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો છે.  એસજી હાઈ-વેના બંને તરફના સર્વિસ રોડ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે સેંકડો વાહનો ખોટકાયાં છે.

કુદરતના પ્રકોપ સામે માનવી લાચાર બન્યો છે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં 2 કલાકમાં પોણા 6 ઇંચ વરસાદ વરસ્યો છે. 7 થી 8 દરમ્યાન વરસાદની તીવ્રતા વધી ગઈ છે. સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં 7-8 ડમરિયાં દોઢથી બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અમદાવાદના પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

એસજી હાઇવે સહિતનાં અમદાવાદ શહેરનાં વિસ્તારોમાં ટ્રાફિકની લાંબી લઈનો લાગી હતી. ટ્રાફિક વ્યવસ્થા ખોરવતા સાંજનાં સમયે નોકરી ધંધા પરથી ઘરે પરત ફરી રહેલા નગરજનો અટવાયા હતા. લગભગ બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદનાં જોધપુર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

અમદાવાદમાં વરસાદે ભારે તારાજી  સર્જી દીધી હતી. શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. નહેરુનગર, જોધપુર, સેટેલાઈટ સહિતના વિસ્તારો થયા પાણી પાણી રોડ ઉપર ડિવાઈડર સુધી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સતત વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

Related posts

નરોડામાં આવેલ મધુવન ગ્લોરી ફ્લેટ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરવાની સમસ્યા યથાવત, જનતા થઇ ત્રાહિમામ

Ahmedabad Samay

લોકડાઉન ૫.૦ માં વધુ છૂટછાટ, મોલ અને હોટેલ ખૂલી શકશે

Ahmedabad Samay

કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ

Ahmedabad Samay

અમદાવાદ – વરસાદમાં ઈમજન્સી સમયે ટ્રાફિક જવાનોને 1095 હેલ્પલાઈન પર મદદ માટે કરી શકો છો ફોન

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ બાદ સ્માર્ટ પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવશે

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો