August 7, 2026
ગુજરાત

અમદાવાદ – મકરબા વિસ્તારમાં બિલ્ડીંગની દિવાલ પડતા એક મજૂરનું થયું મોત

મકરબા વિસ્તારમાં ઈનસેપ્ટન બિલ્ડીંગમાં ત્રીજા માળની દિવાલ ધરાસાયી થતા એક શ્રમિકનું મોત નિપજ્યું છે. રીનોવેશનનું કામ ચાલી રહ્યું હતું જ્યાં પાર્ટિશન હટાવતી વખતે આ ઘટના બની હતી. જો કે, શ્રમિકને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ તેઓ બચી શક્યા નહોતા.

અમદાવાદમાં આ ચોમાસા દરમિયાન દિવાલ, મકાન કે જર્જરીત આવાસો પડવાની ઘટના જાણે આમ થઈ ગઈ હોય લાગી રહ્યું છે. અમદાવાદમાં ફરી એકવાર મકરબા વિસ્તારની અંદર દિવાલ ધરાસાયી થતા એક શ્રમિકનું મોત નિપજ્યું હતું.

શ્યામલાલ દોડીયા નામના શ્રમિકનું મોત નિપજ્યું છે.  જો કે, આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને થતા ટીમ ત્યાં પહોંચી હતી અને કાટમાળને ખસેડવામાં આવ્યો હતો જો કે, મૃતકનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક રાજસ્થાનના રહેવાસી હતા.

મકરબા વિસ્તારમાં ઈન્સેપ્ટન બિલડીંગનું રીનોવેશનનું કામ ચાલતું હતું ત્યાં દિવાલ ધરાસાયી થતા કાટમાળની નીચે શ્રમિક આવી ગયો હતા. જો કે, કાટમાળ એટલો બધો હતો કે તેમનું બચવું મુશ્કેલ બની ગયું હતું જેના કારણે શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.  . .

Related posts

થઇ જાવ સાવધાન, કોરોના કેસ વધતા ટેસ્ટી બુથ ફરી શરૂ કરવા આદેશ અપાયા

Ahmedabad Samay

આ વર્ષે પણ નહીં થાય ૩૧ ડિસેમ્બરની,વધતા સંક્રમણના કારણે પાર્ટીક્લબ મેનેજમેન્ટે લીધ નિર્ણય

Ahmedabad Samay

EDના નકલી ઓફિસર બનીને છેતરપિંડ કરનારના 7 દિવસના રીમાન્ડ કોર્ટે કર્યા મંજૂર

Ahmedabad Samay

ત્રણ દિવસમાં ત્રણ મોટા અપરાધ, ઠક્કરબાપ બ્રિજ પાસે ૦૩ રાઉન્ડ ફાયર કરી ચલાવી લૂંટ

Ahmedabad Samay

ઝાયડસ કેડિલા ઇન્સ્ટિટ્યૂટમાં વડાપ્રધાન મોદી વેક્સિનની ટ્રાયલ અંગે જાહેરાત કરે તેવી શક્યતા

Ahmedabad Samay

CM ભુપેન્દ્ર પટેલે વડોદરાના સલ્મ વિસ્તારમાં કરી સરપ્રાઈઝ વિઝીટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો