September 30, 2026
અપરાધ

અમદાવાદ: સીજી રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, વળાંક લેતા એકબીજાને અથડાઈ, એકને ગંભીર ઇજા, અન્ય એક કારચાલક ફરાર

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ અકસ્માતની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો. પરંતુ, આ દુર્ઘટના પછી પણ અકસ્માતના બનાવ અટકાવવાનું નામ નથી લઈ રહ્યા. એક પછી એક બનાવના સમાચાર આપણી સામે આવતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદના સીજી રોડ ખાતે બની છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના સીજી રોડ પર વળાંક લેતી સમયે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક કારચાલકને ગંભીર ઇજાઓ થઈ છે. આથી તેણે તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે, અકસ્માત સર્જીને અન્ય કારચાલક ફરાર થયો હતો, જેની શોધ ટ્રાફિક પોલીસ કરી રહી છે. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ભેગા થતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.

ફરાર કારચાલક સામે ગુનો

આ અકસ્માત બાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરાર કારચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે. અકસ્માતને પગલે એક કાર ફૂટપાથ પર ચઢી ગઈ હતી આથી કારને પણ ઘણું નુકસાન થયું હતું હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

જૂનાગઢની યુવતી ની હત્યા કર્યા બાદ સળગાવી દેનાર આરોપીના રિંકન્ટ્રક્શન કરાવતી પોલીસ

Ahmedabad Samay

ઝૂલતો પુલ દુર્ઘટના : જેલમાં બંધ જયસુખ પટેલે વચગાળાની જામીન અરજી કરી, ૪ માર્ચે સુનાવણી

Ahmedabad Samay

અમદાવાદ – રીમાન્ડ પર રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ડ્રગ્સ મામલે આ પ્રકારના થયા ખુલાસાઓ

Ahmedabad Samay

અમદાવાદમાં ૨૦૦૮ના બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં અમદાવાદ આખુ ધણધણી ઉઠયું હતું. જેનો ૧૪ વર્ષની લાંબી લડત બાદ આજે ઐતિહાસિક ચુકાદો આવ્‍યો

Ahmedabad Samay

SOG દ્વારા દુબઈથી ભારતમાં આવેલા અને નાસતા ફરતા આરોપી દિલીપ ઉર્ફે મોનું સંગતાણીની ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમમાં ધરપકડ કરી

Ahmedabad Samay

અમદાવાદના પોશ વિસ્તાર સેટેલાઇટમાં એક હનીટ્રેપનો સનસનાટીભર્યો કેસ સામે આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો