September 30, 2026
જીવનશૈલી

અંગ દાન મહા દાન: રાજકોટ કલેકટરની અધ્યક્ષતામાં ૧૫૦ લોકોએ કર્યો અંગ દાનનો સંકલ્પ

વ્યક્તિના મૃત શરીરમાં રહેલા અંગો બીમાર કે નિ:સહાય વ્યક્તિને મદદરૂપ બની શકે છે. આથી, દર વર્ષે વિશ્વભરમાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર ૧૩ ઓગસ્ટને ‘વિશ્વ અંગદાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે રાજકોટ શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ૧૫૦ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો. કલેકટરશ્રી પ્રભવ જોશીએ અંગદાન જાગૃતિ માટે શપથ લેવાની સાથેસાથે તબીબી અધિક્ષકશ્રી ડો. આર. એસ. ત્રિવેદીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને અંગદાન માટે આવશ્યક સુવિધા તેમજ જરૂરિયાત મુજબ દવા, ઇન્જેક્શન, ઓપરેશન માટે સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. આ તકે પી.ડી.યુ. કોલેજનાં ડીનશ્રી ડો. એમ. જે. સામાણી, ડો. મહેન્દ્ર ચાવડા, ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, ₹ ડો. તેજસ કરમટા, શ્રી મિત્તલ ખેતાણી, શ્રી નિતીનભાઈ ઘાટલીયા, શ્રી વિક્રમભાઈ જૈન, શ્રી ભાવનાબેન મંડલિ, શ્રી હર્ષિતભાઈ કાવર, શ્રી ભાવેશભાઈ ઝીંઝુવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, તેમ તબીબી અધિક્ષકશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

રોગપ્રતિકારક શક્તિ નબળી અને શરીરને અંદરથી પોકળ બનાવી રહી છે આ 6 વસ્તુઓ

Ahmedabad Samay

જાણો શુ છે ” અંતર આત્માનું સુખ” (પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર)

Ahmedabad Samay

આજે 17 ઓગસ્ટે બની રહ્યો છે ચતુર્ગ્રહી યોગ, આ 5 રાશિઓને મળશે ઘણો ફાયદો

Ahmedabad Samay

આ 5 હેલ્ધી સ્નેક્સ તમને ઉનાળામાં હીટસ્ટ્રોકથી બચાવશે, તમારા ડાયટમાં ચોક્કસ સામેલ કરો

Ahmedabad Samay

કોરોનાની પૂર્વ તૈયારીઃ વલસાડ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ

Ahmedabad Samay

નવા વર્ષે આટલું કરીલો, વાસ્તુ અનુસાર ચીજ વસ્તુઓને આ રીતે મૂકો જેથી તમારા નસીબ ખૂલી જશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો