September 22, 2026
Other

અમદાવાદ – કોર્પોરેશનમાં નાગરીકો ફરીયાદો કરે છે પરંતુ નિકાલ કરવાની વાતો, લોકોની સમસ્યાનું સમાધાન નહીં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ફરીયાદો સાંભળી તેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ સમસ્યાઓમાંથી કેટલાક લોકોની સમસ્યાઓ લટકેલી જ જોવા મળે છે. તાજેતરમાં જ શહેરના તમામ વોર્ડમાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં 10 હજારથી વધુ ફરીયાદ કોર્પોરેશનને મળી છે જેમાંથી 8000થી વધુ ફરીયાદનું નિરાકરણ કરવામાં આવ્યું છે પરંતુ તે છતાં લોકોની ફરીયાદોનું સમાધાન ન આવતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. કેમ કે, ઘણા લોકોની રોડ, પાણી, ગટર સહીતની સિવિક સમસ્યાઓનું સમાધાન નથી આવ્યું.

ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં લોકોને આ પ્રકારની સમસ્યાનો સામનો વધુ કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ફરીયાદો પણ ઉઠી છે. આ સિવાય પશ્ચિમ વિસ્તારના લોકોની પણ કેટલીક સમસ્યાઓ સોલ્વ ન થતા લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

આ પ્રકારની ફરીયાદો આવી
ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જવાની, સતત ગટર એક જ સ્થળે ઉભરાવાની, રોડ રસ્તા અને ખાડાની સમસ્યા, પાણીના કનેક્સન બાબતની તેમજ આ સહીતની અનેક ફરીયાદો કોર્પોરેશનને મળી રહી છે. જેમાંથી કેટલીક સમસ્યાઓનું સમાધાન થાય છે તો કેટલીક સમસ્યાઓ લેટ સોલ્વ થતી હોય છે જેથી લોકોમાં નારાજગી જોવા મળે છે.

Related posts

DSC સ્કૂલ દ્વારા અબોલ પક્ષીની રક્ષા કરવા અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ નકરવા અર્થે રેલીનો આયોજન કર્યું

Ahmedabad Samay

16 જુલાઈ, 2026ના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રાની તૈયારીઓ તડામાર ચાલુ

Ahmedabad Samay

કડકતી ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે ત્‍યારે આ સપ્‍તાહના અંતમાં ગુજરાતમાં માવઠાની આગાહી

Ahmedabad Samay

નવી સોલિડ-સ્ટેટ બેટરી ટેકનોલોજીથી ઇલેક્ટ્રિક કારની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે, બેટરી માત્ર પાંચ મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકશે

Ahmedabad Samay

અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ પોતપોતાના શિબિરોમાં પાછા ફરવાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે છ વર્ષ પછી, તેઓ ૨૦૩૧ ના કુંભમાં ફરીથી આવશે

Ahmedabad Samay

આજનું રાશિફળ: 19 સપ્ટેમ્બર 2026 શનિવારે આ રાશિના જાતકોને મળશે સફળતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો