August 7, 2026
ગુજરાત

નારોલના હાઈ-ફાઈ ચાર રસ્તા પર વારંવાર કાદવમાં પડી રહ્યા છે બાળકો, તંત્રને કામગિરી કરવાની દરકાર નથી લેતું

તસવીર જોઈને આ રસ્તાનું નામ હાઈ-ફાઈ ચાર રસ્તા હોય તે જરાય પણ બંધ બેસતું નથી. તંત્રની બેદરકારીના કારણે આ રસ્તો જાણે કિચડ ચાર રસ્તા હોય તેમ લાગી રહ્યું છે. મેગા સિટી અમદાવાદાની આ તસવીર અને આ હાલત છે.

નારોલના હાઈ-ફાઈ ચાર રસ્તા પર સ્કૂલેથી પરત ફરતા બાળકો કિચડમાં પડી ગયા હતા. આ પહેલા પણ સ્કૂલ રીક્ષા પલટી જતા બાળકો કિચડમાં પડી ગયા હતા. અહીં પાણી અને માટીના કારણે સામાન્ય વરસાદમાં પણ કિચડ થઈ જાય છે અને આ હાલ 1 મહિનો સુધી રહે છે. ત્યારે વારંવાર મોટી મુશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. ખરાબ રસ્તો અને પાણી ભરાવાની સમસ્યાના કારણે વાહનો અહીં ફસાઈ જાય છે.

17 ઓગસ્ટે પણ આવી જ ઘટના બની હતી અને ત્યાં બાળકો કાદવમાં રીક્ષા પલટી જતા પડી ગયા હતા અને સામાન્ય ઈજા પણ પહોંચી હતી ત્યારે ફરી આ પ્રકારે બાળકો કાદવમાં ફસાઈ ગયા હતા. અહીં એટલા મોટા ખાડા પડી ગયા છે કે કાદવ અને પાણી ભરાતા લોકો જોઈ શકતા નથી. ધીમેથી વાહન ચલાવતા પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

એએમસી દ્વારા રસ્તાનું યોગ્ય રીપેરીંગ ન કરાતા બાળકો કાદવમાં પડ્યા હતા. લોકો  પણ આ પ્રકારના રસ્તાથી પરેશાન થઈ ગયા છે. ગટર ચોકઅપ થઈ જતા તેમજ વરસાદી પાણીનો નિકાલ ન થતા આ સ્થિતિ નિર્માણ થઈ રહી છે.

Related posts

રાજ્યમાં દારૂ પીવામાં છૂટછાટ આપવામાં આવી છે. ચાલો જાણીએ કે, આ છૂટ કોને અને કેવી રીતે મળે છે.

Ahmedabad Samay

ઘરકામ અને સાફ-સફાઈ માટે રાખવામાં આવેલી બે મહિલાઓએ મોકો મળતા જ કિંમતી દાગીના પર હાથફેરો કર્યો

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

અદાણી એરપોર્ટ પર તમામ સ્ટાફના પગારમાંથી અદાણી ટુ વહીલર ધારક પાસે થી ૩૦૦૦ રૂ અને ફોર વહીલર પાસેથી ૬૦૦૦રૂ પડાવશે, તમામ કર્મચારીઓ, કાર્ગો એજેન્ટ અને વાહન ચાલકો ના ખુશ

Ahmedabad Samay

પરિણીતાએ પ્રેમી યુવક પર જ ઘરમાં બળજબરી ઘુસીને બળાત્કારનાં પ્રયાસનો ગુનો દાખલ કર્યો

Ahmedabad Samay

ઠક્કરનગર વિસ્તારના શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ૪.૪૪૦૦૦ રૂ.ના ખર્ચે પાણી ની પાઇપલાઇન નું કાર્ય હાથ ધરાયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો