August 8, 2026
Other

શું કમલનાથ ભાજપમાં જોડાશે ?

મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવ અને પૂર્વ મુખ્‍યમંત્રી કમલનાથ ફરી એકવાર મળ્‍યા હતા. અચાનક મળેલી બેઠક પરથી અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. પૂર્વ મુખ્‍યમંત્રી કમલનાથે મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવને મળ્‍યા અને સાંજે છિંદવાડા કલેક્‍ટરને હટાવ્‍યા. કલેકટરની અચાનક બદલીને પણ આ બેઠક સાથે જોડવામાં આવી રહી છે.

છેલ્લા એક મહિનામાં કમલનાથ ત્રણથી વધુ વખત મુખ્‍યમંત્રી મોહન યાદવને મળ્‍યા છે. એક વખત મુખ્‍યમંત્રી પોતે કમલનાથને તેમના બંગલે મળવા ગયા હતા. મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવને મળ્‍યા બાદ પૂર્વ સીએમ કમલનાથે કહ્યું કે તેઓ છિંદવાડા વિશે વાત કરવા આવ્‍યા હતા.

આ સાથે જ કોંગ્રેસમાં હલચલ વધી ગઈ છે. ભાજપના નેતાઓ સાથે કમલનાથની મુલાકાત બાદ રાજકારણ ગરમાયું હતું.

રાજ્‍યસભાના સભ્‍ય વરિષ્ઠ વકીલ વિવેક તંખાએ કહ્યું કે એવું માની શકાય નહીં કે કમલનાથ-નકુલનાથ કયાંય જઈ રહ્યા છે.કમલ નાથનો કોંગ્રેસ સાથે ઊંડો સંબંધ છે. પરિવર્તનનો સમય છે તેથી કશું કહી શકાય તેમ નથી. તેમણે એમ પણ કહ્યું કે મારા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે હું કોંગ્રેસમાં જઈ રહ્યો છું. હવે ચર્ચા એ છે કે આ બેઠક વારંવાર કેમ થઈ રહી છે.

Related posts

વિસાવદર પંથકમાં ખેતરોમાં આવેલા વરસાદને કારણે આંબા ધરાશે થયા ક્યાંક ઘઉં ધાણા ચણાના ભારે નુકસાન

Ahmedabad Samay

રાજસ્થાન યુવા મંચ દ્વારા શહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

યુદ્ધના મુશ્કેલીના સમયે સંપર્ક કરવા માટે ખાસ કટોકટી હેલ્પલાઈન નંબરો અને ગાઇડલાઈન જારી કર્યા છે

Ahmedabad Samay

ચૂંટણી પંચે પરશોત્તમ રૂપાલાને ક્‍લિન ચીટ આપી

Ahmedabad Samay

ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદ એક જ દિવસે હોવાથી નિકળનાર જુલુસ ગણપતિ વિસર્જન બાદ કાઢવાનું નિર્ણય લેવાયો, કોમી એકતાનો ઉત્તમ નિર્ણય લેવાયો

Ahmedabad Samay

જૂનાગઢ લોકસભાની બેઠક પર રાજેશભાઈ ચુડાસમા અને વિજાપુરથી ડૉ સી જે ચાવડાને ટિકિટ અપાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો