August 13, 2026
ગુજરાતરાજકારણ

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

ભાજપે ક્‍યારેય નહીં વિચાર્યું હોય કે તેમના ગઢ એવા ગુજરાતમાં આવી સ્‍થિતિનો સામનો કરવો પડશે. ભાજપના ઘણા ઉમેદવારો પક્ષનો જ જાકારો સહન કરી રહ્યા છે, પરંતુ રાજકોટના ઉમેદવાર અને ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ શમતો નથી અને પક્ષ માટે દિવસે દિવસે સ્‍થિતિ વકરતી જાય છે.

ભાજપે ઉમેદવાર બદલવાની તૈયારી ન બતાવતા ક્ષત્રિય સમાજ  આકરા પાણીએ થયો છે અને તેમનું સંમેલન યોજી માત્ર રૂપાલા નહીં પણ ભાજપનો વિરોધ કરી ક્ષત્રિય સમાજવાળી તમામ બેઠકો પર પક્ષને નુકસાન પહોંચાડવાની વાત કરી છે. રૂપાલાને લીધે નિર્માણ થયેલી સ્‍થિતિનો ઉકેલ કઈ રીતે લાવવો તે માટે પક્ષના અધ્‍યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્‍થાને ભાજપે એક બેઠક બોલાવી હતી .

પાટીલ ઉપરાંત ભાજપના ક્ષત્રિય સમાજના નેતા બલવંતસિંહ રાજપૂત, ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, કેસરીદેવસિંહ, આઈ.કે.જાડેજા જયરાજસિંહ, કિરીટસિંહ રાણા પણ હાજર રહ્યા હતા રાજપૂતોના વિરોધ વચ્‍ચે રાજકોટમાં રૂપાલા નહિ જ બદલાય તેવુ આખરે ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ પરસોત્તમ રૂપાલાએ કહી દીધું છે. જેના બાદ પ્રેસ કોન્‍ફરન્‍સ સંબોધીને સીઆર પાટીલે કહ્યું કે, ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ. તેમણે ત્રણેકવાર માફી માંગી છે. તેમજ પાટીલે અંતે એમ પણ કહ્યું કે, રાજકોટમાં ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી.

Related posts

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

CTM ખાતે આવેલ પાથરણ બજાર વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી રોજીરોટી શરૂ કરવા માંગ કરવામાં આવેલ

Ahmedabad Samay

અમદાવાદ થી ગુમ થયેલ છે.

Ahmedabad Samay

ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા વધુ એક સફાઇ કામદારનું ગૂંગળામણથી મોત ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા અને આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત, મૃતક શ્રમિકના પરિવારજનોને કરી વળતરની માંગ

Ahmedabad Samay

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા,શંકાસ્પદ કેસ વધીને 71 થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો