આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવશે. સીએમની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ખેડૂતોના પાક વળતર મામલે રાજ્ય સરકાર દ્વારા આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
દર બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન સીએમની અધ્યક્ષતામાં કરવામાં આવે છે પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે પુત્રની સારવાર ચાલતી હોવાથી મુંબઈ હોવાથી કેબિનેટ બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવશે.
કમોસમી વરસાદ, પાક વળતર સહિતના મુદ્દા ઉપકાંત અન્ય બાબતોને લઈને કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ મામલે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને આજે મહત્વનો મુદ્દો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ખેડૂતોના વળતરને લઈને રહેશે. અગાઉ સર્વે પૂર્ણ થઈ ગયા બાદ ખેડૂતોના વળતરને લઈને ચૂંકવણું નથી થયું ત્યારે આજે આ નુકસાન બદલ એસડીઆરએફના નિયમોને આધીને વળતરની ચૂકવણી માટે આદેશ આપવામાં આવશે. વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં માર્ચ મહિનામાં સર્વેના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે આજે આ મામલે નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે.