August 8, 2026
Other

ઈરાન સામે ઈઝરાયેલના જવાબી પગલાની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી

ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલથી હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી છે, જેના કારણે મોટા પાયે યુદ્ધની સ્‍થિતિ સર્જાઈ છે. ઈરાન સામે ઈઝરાયેલના જવાબી પગલાની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી હતી. સેન્‍સેક્‍સ અને નિફ્‌ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્‍યો છે. શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગમાં જ કડાકો બોલી ગયો હતો. સેન્‍સેક્‍સ આજે ૧૦  કલાકે  ૫૧૪ પોઈન્‍ટ ઘટીને  ૭૧૯૭૪ પર પોઈન્‍ટની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જ્‍યારે નિફ્‌ટી ૧૫૨ થી વધુ પોઈન્‍ટ ઘટીને ૨૧૮૪૩ પર ટ્રેડ કરી રહ્યો છે.

BSE સેન્‍સેક્‍સના તમામ ટોચના ૩૦ શેરોમાંથી, ITC અને Titanના શેરમાં વધારો થયો હતો, પરંતુ બાકીના ૨૮ શેરમાં ઘટાડો થયો છે. આઈફોસિસમાં લગભગ બે ટકાનો ઘટાડો જોવા મળ્‍યો છે. આ સિવાય AXIS, L&T, નેસ્‍લે જેવા શેર પણ ૧.૫૦ ટકાથી વધુ તૂટયા છે. જ્‍યારે NSEના ૧૮૦૦ શૅર્સમાં ઘટાડો છે, જ્‍યારે ૩૪૪માં વધારો જોવા મળી રહ્યો છે.

NSEના ૨,૨૧૪ શેરોમાંથી ૫૩ શેરમાં લોઅર સર્કિટ છે, જ્‍યારે ૪૦માં અપર સર્કિટ છે. ૧૫ શેરો ૫૨ સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા છે. બેન્‍ક નિફ્‌ટીમાં આજે લગભગ ૩૦૦ ટકાનો ઘટાડો થયો છે, જ્‍યારે મિડકેપ અને સ્‍મોલકેપ સૂચકાંકોમાં ૧૫૦ પોઈન્‍ટ સુધીનો ઘટાડો થયો છે. આ સિવાય આજે નિફ્‌ટીના તમામ સેક્‍ટરમાં જોરદાર ઘટાડો જોવા મળ્‍યો છે. ઓટોથી લઈને આઈટી, હેલ્‍થકેર અને ઓઈલમાં ૧ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્‍યો છે.

કયા શેરોમાં મોટોઘ ટાડો જોવા મળ્‍યો?

સૌથી વધુ ઘટતા શેર્સની વાત કરીએ તો, NBCC India ૩ ટકા, ટાટા કોમ્‍યુનિકેશન લગભગ ૫ ટકા, Nykaa ૩ ટકા, HPCL લગભગ ૩ ટકા, BPCL ૩.૩૯ ટકા, કેનેરા બેન્‍ક ૨.૮૯ ટકા અને ICICI પ્રુડેન્‍શિયલ ૩.૭૨ ટકા ઘટયા છે”

Related posts

પપ્પુ વેફર વાલાના શ્રી ઇન્દ્રસિંહ ભાટી દ્વારા ‘બાબા રામદેવ’ભજન સંધ્યાનું આયોજન

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને

Ahmedabad Samay

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

રોજ રાતે સૂતા પહેલા ૨ થી ૩ લવિંગ મોઢામાં ચાવવાથી થાય છે અનેક ફાયદા

Ahmedabad Samay

જ્ઞાનવાપી સ્‍થિત વ્‍યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્‍લિમ પક્ષની અરજીને ફગાવી દીધી

Ahmedabad Samay

રાજ્યકક્ષાનાં “ચોટીલા ઉત્સવ-૨૦૨૩” નો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે શુભારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો