September 21, 2026
Other

સાધ્વીજી મહારાજ ઉપવાસ પર ઉતરવું પડે એવું કામ કોણે કર્યું: હાર્દિક હૂંડિયા

બનાસ કાંઠા ના ધાનેરા નગર મા ઉપાશ્રય અને મંદિર બંને બનવાના હતા , શિલાન્યાસ પણ થઈ ગયેલ અને અચાનક ભક્તો મા બે ભાગ થતા બહુ મોટો વિવાદ ધાનેરા ના જૈન સમાજ મા સર્જાયો છે , મુંબઈ થી જૈન સમાજ ના અગ્રણી હાર્દિક હૂંડિયા એ જણાવ્યું હતું કે આ જૈન સમાજ માટે બહુ કલકિંત ઘટના કહેવાય કે ઉપાશ્રય મંદિર બંને બને તે માટે ૧૪ , ૧૪ સાધ્વીજી મહારાજાઓ ને ઉપવાસ પર ઉતરવુ પડે ? એમા એક સાધ્વીજી મહારાજ ૮૫ વર્ષ ના , કેટલી દુઃખની વાત છે . હાર્દિક હૂંડિયાએ એક સવાલ એ પણ કર્યો કે જે ઉપાશ્રય તોડવામાં આવ્યો તે હજી પણ ૪૦ થી ૫૦ વર્ષ સુધી ચાલે તેમ હતો તો તોડ્યો કેમ ? જ્યારે ઉપાશ્રય તોડ્યો ત્યારે બધા સાથે મળીને ઉપાશ્રય અને મંદિર બંને બનાવાની વાત હતી , હવે અચાનક ઉપાશ્રય ? અરે ઉપાશ્રય તો મજબૂત હતો તો તોડ્યો કેમ
? આનો જવાબ કોણ આપ સે ? આ નુકશાન સંઘ નું કે ઉપાશ્રય તોડાવનાર નું ?
ત્યાં ટ્રસ્ટ મંડળ જો બરાબર કામ કરતું હતું તો અમુક બીજા લોકો ટ્રસ્ટ બનાવી જૂના ટ્રસ્ટ મંડળ ને વિશ્વાસ મા લીધા વગર કેમ નવું ટ્રષ્ટ બનાવું પડ્યું ? પરમાત્મા ના ભક્તો હતા તો ધર્મ મા ગંદી રાજનીતિ કેમ કરી ? સૌ થી મોટી દુઃખ ની વાત તો એ છે કે જે ભક્તો મંદિર અને ઉપાશ્રય બન્ને બનાવા રાજી હતા તો આજે એ ભક્તો મા બે ભાગ કેમ થઈ ગયા ? સુરત થી હિતેશ શાહ ના નામના ધાનેરા ના વતની એ સવાલ કર્યો કે આજે મંદિર અને ઉપાશ્રય બંને બને તે માટે પ્રસિધ્ધ જૈનાચાર્ય શ્રી અભય દેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ ના સાધ્વીજી મહારાજ ઉપવાસ પર ઉતર્યા હતા અને હવે વારા ફરતી પુણ્યશાલીઓ ઉપવાસ પર ઉતરી રહ્યા છે ,

મંદિર ને જગ્યા જે સિર્ફ ઉપાશ્રય બની રહ્યો છે તો તે કયા જૈન મહારાજ સાહેબની નિશ્રા મા બને છે ? આનો કોઇ જવાબ હજી મળ્યો નથી . આજે કરોડો રૂપિયા મંદિર અને ઉપાશ્રય પાછલ ખર્ચનારા સાધુ અને શ્રાવકો ખુલાસો કરે કે જ્યા મંદિર અને ઉપાશ્રય ની જરૂર નથી તો ત્યાં કરોડો રૂપિયા ખર્ચ કરવાનું કારણ શું ? હાર્દિક હુંડિયાએ સમસ્ત જૈન સમાજ ને બે હાથ જોડી વિનતિ કરી છે કે કદાચ તમને જો જૈન સંઘ મા કામ કરવાની તક મળી છે તો પ્રભુ ની આજ્ઞા વિરોધ કામ કરીને પાપ ના ભાગીદાર ના બનતા અને એવા કોઈ કામ ના કરતા કે સંઘ ના ભરોસે દિક્ષા લેનારી આપ ની સંઘ ની દીકરીઓ એ ઉપવાસ પર ઊતરવું પડે ?

Related posts

યુનાઈટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ ના બાળકો માટે શેક્ષણિક કીટ અને નાસ્તો વિતરણ કરાયું

Ahmedabad Samay

ટ્રેનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો હોવાથી મહારાષ્ટ્ર ના મુંબ્રા અને દિવા રેલવે સ્‍ટેશનો વચ્‍ચે રવિવારે  દુખદ ટ્રેન દુર્ઘટના ઘટી

Ahmedabad Samay

બજેટ ૧૦ મહત્‍વપૂર્ણ વાતો

Ahmedabad Samay

હવે ગેઝેટ ડોક્યુમેન્ટમાં નામ-અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવુ થયું આશાન, જાણો સંપૂર્ણ પદ્ધતિ

Ahmedabad Samay

ડીસાના વતની લોકપ્રિય અને નિર્ભિક પારદર્શી કલમપ્રહરી હાર્દિક હુંડિયાનું સફળ પગલું

Ahmedabad Samay

ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો