September 21, 2026
ગુજરાત

શહેરના વિવિધ વિસ્તારોમાં ૫ નવા બ્રિજ બનાવવામાં આવશે, જ્યારે અન્ય ૭ સ્થળો પર ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવાશે

કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે ૫ નવા બ્રિજ બનાવવાનું આયોજન અને ૭ સ્થળો પર મોટા ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નીરાકરણ કરવા માટે એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ૫ નવા બ્રિજ બનાવવામાં આવશે, જ્યારે અન્ય ૭ સ્થળો પર ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શક્યતાઓ તપાસવામાં આવશે.

શહેરમાં ૫ નવા બ્રિજ બનાવવાનું આયોજન

*  ઇસ્કોન જંક્શન પર ૨૫૦ કરોડ રૃપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.

*  ચાંદલોડિયા સિલ્વર સ્ટાર ચાર રસ્તા ખાતે ૮૦ કરોડ રૃપિયાના ખર્ચે બ્રિજ બનાવવાનું આયોજન

*  રાજપથ રંગોલી રોડ પર ૩૫ કરોડ રૃપિયાના ખર્ચે અંડર પાસ બનાવવાનું આયોજન

*  પંચવટી સર્કલ પર ૯૦ કરોડ રૃપિયાના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું આયોજન

*  પીરાણાથી પિપડજ જવા માટે ૪૫ કરોડ રૃપિયાના ખર્ચે માઈનોર બ્રિજ બનાવવાનું આયોજન

આ  ૭ સ્થળો પર વિશાળ ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શકયતા  છે

*  IIM જંક્શન BRTSને સમાંતર સેકન્ડ લેવલ બ્રિજ (ડબલ ડેકર બ્રિજ)

*  શ્યામલથી SG હાઇવે, ઇસ્કોનથી બોપલ વકીલ સાહેબ બ્રિજ થઈને ઘુમા સુધી એલિવેટેડ કોરિડોર

*  નહેરુનગરથી SG હાઇવે સુધી એલિવેટેડ કોરિડોર

*  પાલડી જંક્શન પર ફિજીબિલિટી સર્વેની કામગીરી

*  નરોડા દહેગામ જંક્શન પર સેકન્ડ લેવલ ફ્લાય ઓવરબ્રિજ સર્વેની કામગીરી

*  ઓઢવ-કઠવાડા રિંગ રોડ જંક્શન પર સેકન્ડ લેવલ બ્રિજ સર્વેની કામગીરી

શહેરના અન્ય ૭ સ્થળો પર મોટા ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શક્યતા તપાસવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યાને વધુ અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય. અમદાવાદ શહેરની વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા બ્રિજ અને ફ્લાયઓવર બનવાથી શહેરના નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે, તેમજ શહેરના વિકાસને પણ વેગ મળશે.

Related posts

ધૂળેટીની ઉજવણી વિશે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર

Ahmedabad Samay

ધો.૧૦ -૧૨ સામન્ય અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની.રેગ્યુલર ફી સાથે આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ જાહેર કરાઈ

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

ગાંધીનગર પ્રાથમિક શાળામાં કોરોના રસીકરણ કેમ્પ દરમિયાન ચાલુ વેક્સીનેસને એક ઓરડાની છત તૂટી, ૭ લાભાર્થીઓ અને કોરોના વોરિયર્સ દબાઈ ગયા

Ahmedabad Samay

મેઘાણીનગરમાં સાસુ અને જેઠે મળી વહુને બળજબરીથી ફીનાઇલ પીવળાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો