September 21, 2026
ગુજરાતતાજા સમાચાર

શ્રી હાંડેના મહોલ્લાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૫ થી ૩૧ માર્ચ સુધી ઉદ્યોજક સોહળા / ખાદ્ય મહોત્સવ અને ગુડી પડવા નું ભવ્ય કાર્યક્રમ આયોજન કરાયું

અમદાવાદ શહેરના રાયખડ સ્થિત શ્રી હાંડેના મહોલ્લાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ઘણા વર્ષોથી સમાજલક્ષી કાર્યક્રમોનું આયોજન કરતું આવ્યું છે. દર વર્ષના જેમ આ વર્ષે પણ તા. ૨૯/૦૩/૨૦૨૫ શનિવારથી તા. ૩૧/૦૩/૨૦૨૫ સોમવાર સુધી ગુડી પડવા મહોત્સવ-૨૦૨૫નું  ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

જેના ભાગરૂપે તા. ૨૯/૦૩/૨૦૨૫ ઉદ્યોજક સોહળા / ખાદ્ય મહોત્સવ ૨૦૨૫ ઉજવવામાં આવવાનો છે જેમાં
શહેરમાં વસતા મરાઠી લોકોને પોતાના વ્યવસાયને આગળ વધારવા તથા ઓળખ અપાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદહસ્તે કરવામાં આવવાનું છે,

આ કાર્યક્રમ સાંજે ૦૪:૦૦ વાગ્યે શરૂ થઈ રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી શ્રી બળવંતરાય ઠાકોર કમ્યુનિટી હાલ, કાંકરિયા ગેટ નં ૦૧, કાંકરિયા, અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવેલ છે.

તદ્દ ઉપરાંત તા. ૩૦/૦૩/૨૦૨૫ના રોજ હિન્દૂ નવ વર્ષ ગુડી પડવાના નિમિતે શોભાયાત્રા સાંજે ૦૪:૦૦ વાગ્યે શ્રી કાશી વિશ્વનાથ મંદિર, રાયખડથી પ્રસ્થાન કરી શહેરના રાયપુર દરવાજા, કાંકરિયા, એલ જી હોસ્પિટલ, ખોખરા, દક્ષિણી સોસાયટી, સ્મૃતિ મંદિર, ઇસનપુર, ગોવિંદવાડી, જવાહર ચોક,  ઢોરબજાર,  ભુલાભાઈ પાર્ક, બહેરામપુરા, જમાલપુર દરવાજા અને ગાયકવાડ હવેલી થઈ સાંજે ૦૬:૦૦ વાગ્યે મંદિરના નિજધામ પરત ફરશે. ત્યાર બાદ સાંજે ૦૭:૦૦ વાગ્યાથી માતૃ પિતૃ વંદનાનો કાર્યક્રમ યોજાશે અને સ્નેહમિલન તથા મહાઆરતી કરી ૦૮:૦૦ વાગ્યે મહાપ્રસાદ/ભોજનનું આયોજન કરેલ છે.

શ્રી હાંડેના મહોલ્લાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર કાર્યક્રમમાં હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને  સામાજિક ઉત્કર્ષ, સંસ્કૃતિસંવર્ધનના આ મહોત્સવનું લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.

Related posts

ગુલાબી ઠંડીનો સમય ગયો હવે,વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે તાપમાન ઘણું નીચે જશે

Ahmedabad Samay

સ્માર્ટ સિટી ગાંધીનગરમાં રસ્તાપર ચાલતા લોકો માટે વિદેશ જેવી સુવિધા ઉપલબ્ધ કરાશે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા રક્તદાન શિબિર યોજાયું કરાયું

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવાયો, વેકસીન નહીતો એન્ટ્રી નહિ

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે કન્યા છાત્રાલયમાં પ્રવેશોત્સવ, મહિલા-બાળ કલ્યાણ મંત્રીએ કંકુ-ચોખાથી વિદ્યાર્થિનીઓને આવકારી

Ahmedabad Samay

રાજસ્થાન હોસ્પિટલના બે માળના બેઝમેન્ટમાંથી નીચેના પાર્કિંગ બેઝમેન્ટમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો