September 21, 2026
ગુજરાત

ડીસાના ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેકટરીના અગ્નિકાંડમાં 21 નિર્દોષોનો ભોગ લેવાયો

ડીસાના ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેકટરીના અગ્નિકાંડમાં 21 નિર્દોષોનો ભોગ લેવાયો છે. આ ફેક્ટરી ખૂબચંદ સીંધી નામના વ્યક્તિની માલિકીની દીપક ટ્રેડર્સ એજન્સી હોવાનું બહાર આવ્યું છે. વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટનામાં આગ એટલી ઝડપથી ફેલાઈ કે શ્રમિકોને બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો. વિસ્ફોટક પદાર્થોના ભડાકા સાથે આગે આખી ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી.

ડીસામાં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટથી જે કરુણાંતિકા સર્જાઈ છે. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રી સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. તેમણે કલેકટર અને પ્રભારી મંત્રીને સ્થળ પર પહોંચવા સૂચના આપી છે. સ્થાનિક તંત્ર સાથે સંકલન કરવા પણ સૂચના આપી છે.

ફટાકડાની ફેક્ટરીમાં ગેરકાયદેસર દારુગોળાનો ઉપયોગ થયો છે. આ ફેક્ટરી ચાલી રહી હતી તેમાં પોલીસ અને સ્થાનિક પ્રશાસનનો ખુલ્લેઆમ સપોર્ટ હોવો જોઈએ. ફટાકડાની ફેકટરી ચલાવવામાં કેટલા લાયસન્સ લાગે તેમાંથી કેટલા રીન્યૂ કરાવ્યા હશે.આ મામલે પણ ભારે ચર્ચા જાગી છે

ફેક્ટરીમાં પાણી ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાતું બોઇલર ફાટવાને કારણે આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટના બાદ વિસ્ફોટક પદાર્થોમાં થયેલા ધડાકાઓએ આગને વધુ ઉગ્ર બનાવી દીધી. આગની લપેટમાં આવેલી ફેક્ટરીના ગોડાઉનમાં મોટી માત્રામાં ફટાકડાનો સંગ્રહ કરાયો હતો, જેના કારણે આગ પર કાબૂ મેળવવો પડકારજનક બની ગયું છે. આ ઘટનાને પરિણામે વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં પણ ભયનો માહોલ ઊભો થયો.

ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો શરૂ કર્યા, પરંતુ આગની ભયાનકતા એટલી હતી કે તેને ઓલવવામાં ઘણો સમય લાગી શકે તેવી સ્થિતિ હતી. ફેક્ટરીમાં હાજર વિસ્ફોટક સામગ્રીએ આગને વધુ ભડકાવી, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઉભી થઈ. ફાયર ફાયટરો દ્વારા આગને ફેલાતી અટકાવવા અને શ્રમિકોને બચાવવા માટે પૂરી તાકાત લગાવવામાં આવી હતી.

Related posts

ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પરનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું “SHAKHTI” સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્કૂલ બોર્ડના ૧૬૦૦૦થી વધારે બાળકો માટે સાયન્સ સિટીની મુલાકાતનું આયોજન

Ahmedabad Samay

મોંઘવારી બની બેફામ, શાકભાજી સહિત અન્ય વસ્તુઓમાં ભાવ વધારો

Ahmedabad Samay

કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતા તમામ બજાર અને રેસ્ટોરાં બંધ કરાવવામાં આવ્યા

Ahmedabad Samay

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

રાજકોટવાસીઓના ખૂનમાં જ બિઝનેસ છે: રાજકોટના એન્જિનિયરએ ૪ દિવસમાં જ તૈયાર કરી સ્ક્રેપમાંથી રીક્ષા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો