September 27, 2026
તાજા સમાચારદેશ

પાકિસ્તાન દ્વારા ગત રાત્રે ભારતના 13 જેટલા સૈન્ય ઠેકાણાં પર ડ્રોન અને મિસાઇલોથી હુમલા કર્યા

પાકિસ્તાન દ્વારા ગત રાત્રે ભારતના 13 જેટલા સૈન્ય ઠેકાણાં પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ ત્વરિત અને આક્રમક કાર્યવાહી કરતાં પાકિસ્તાનમાં ઘૂસીને અનેક એર ડિફેન્સ રડાર અને સિસ્ટમને નિશાન બનાવ્યા હતા. આ જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ લાહોરમાં પાકિસ્તાનનું એક મહત્વનું એર ડિફેન્સ સિસ્ટમ પણ સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધું છે.
7 અને 8 મેની રાત્રિ દરમિયાન પાકિસ્તાને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તરી અને પશ્ચિમી ભારતના અનેક સૈન્ય ઠેકાણાં પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓને ભારતના અત્યાધુનિક કાઉન્ટર યુએએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમે અસરકારક રીતે નિષ્ક્રિય કરી દીધા હતા. પાકિસ્તાની હુમલાના કાટમાળ હવે અનેક સ્થળોએથી મળી રહ્યા છે, જે પાકિસ્તાનના આ નાપાક કૃત્યનો પુરાવો છે.
પાકિસ્તાનના આ હુમલાનો જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ ગુરુવારે સવારે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ તેના એર ડિફેન્સ રડાર અને સિસ્ટમને નિશાન બનાવ્યા હતા. ભારતે પાકિસ્તાન સાથે ‘જેવા સાથે તેવા’ની નીતિ અપનાવી છે અને પાડોશી દેશે જેટલી તીવ્રતાથી હુમલો કર્યો હતો, તે જ રીતે વળતો પ્રહાર કર્યો છે. સેનાની આ કાર્યવાહીમાં લાહોરમાં એક એર ડિફેન્સ સિસ્ટમ તબાહ થઈ ગયું છે. બીજી તરફ, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધર અને રાજૌરી સેક્ટરમાં મોર્ટાર અને ભારે કેલિબર આર્ટિલરીનો ઉપયોગ કરીને નિયંત્રણ રેખા (LoC) પર તેની ગોળીબારની તીવ્રતા વધારી દીધી છે.
પાકિસ્તાની ગોળીબારના કારણે ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત 16 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વિસ્તારોમાં પણ પાકિસ્તાન તરફથી થઈ રહેલા મોર્ટાર અને આર્ટિલરીના ગોળીબારને રોકવા માટે ભારતને જવાબી કાર્યવાહી કરવી પડી રહી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સેના તણાવ ન વધારવાની પોતાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરે છે, પરંતુ તે ત્યારે જ શક્ય બનશે જ્યારે પાકિસ્તાની સેના પણ તેનું સન્માન કરે.

Related posts

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કોઈની શાજીસ કે પછી ટ્રમ્પ જાતેજ હુમલો કરાવ્યો ?

Ahmedabad Samay

એર ઇન્ડિયાના કર્મચારી હવે નોકરી પર જીન્સ, ટી – શર્ટ, સ્લીપર કે સેન્ડલ નહિ પહેરી શકે

Ahmedabad Samay

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

Ahmedabad Samay

કોરોના સંકટમાં સિંગલ સીટર સ્કૂટર લોન્ચ

Ahmedabad Samay

દુબઇમાં કામ કરતા ભારતીયો માટે સારા સમાચાર, હવે મળશે દુબઇની નાગરિકત્વ

Ahmedabad Samay

કેટલાક રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં, હિન્‍દુઓ પોતે પણ લઘુમતીમાં આવે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો