September 21, 2026
Other

વિજયભાઈ રૂપાણીનું DNA મેચ થતા ખાસ વિમાન દ્વારા તેમના પાર્થિવદેહને તેમના માદરેવતન રાજકોટ લાવવામાં આવ્‍યો હતો.

રાજકોટના પનોતાપુત્ર અને પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિમાન દુર્ઘટનામાં આકસ્‍મિક વિદાય બાદ ગઇ કાલે સદગતનો પાર્થિવદેહનાં ડીએનએ મેચિંગની કામગીરી આટોપાયા બાદ આજે સવારે હોસ્‍પીટલ તંત્ર દ્વારા સદગતના મૃતદેહની પરિવારજનોને સોંપણી કરવામાં આવી હતી. તે પછી ખાસ વિમાન દ્વારા તેમના પાર્થિવદેહને તેમના માદરેવતન રાજકોટ લાવવામાં આવ્‍યો હતો.

ગ્રીનલેન્‍ડ ચોકડીથી તેમના મૃતદેહને તેમના નિવાસસ્‍થાને લવાતા કરૂણ દ્રશ્‍યો સર્જાયા હતા. હૈયાફાટ રૂધીથી માહોલ શોકાતુર બન્‍યો હતો. તે પછી ૪ થી ૫ દરમ્‍યાન તેમના પાર્થિવદેહને અંતિમદર્શન માટે રાખવામાં આવશે. જયાં નગરજનો આગેવાનો સદગતને અંતિમ શ્રધ્‍ધાંજલિ અર્પણ કરશે સાંજે ૫ વાગ્‍યા બાદ તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્‍થાનેથી શરૂ થઇ રામનાથ યશ સ્‍મશાન ગૃહે જશે. જયાં સંપૂર્ણ રાજકીય માન સન્‍માન સાથે સ્‍વ. વિજયભાઇ તો અંતિમ સંસ્‍કાર થશે. ચાહતીન શત્રુ એવા સ્‍વ. વિજયભાઇની અંતિમયાત્રામાં જોડાવા કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, જળ સંપતિ મંત્રી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ ઉપરાંત મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્‍યો ભાજપ આગેવાનો કોર્પોરેટરો સહિત વિશાળ સંખ્‍યામાં નગરજનો અંતિમયાત્રામાં જોડાયા હતા. અને સદગતને અશ્રુભીનિ શ્રધધાજંલિ પાઠવી હતી. અંતિમયાત્રા દરમ્‍યાન રસ્‍તાની બંને બાજુઓથી લોકો વિજયભાઇ અમર રહોના નારા લગાવશે.

રાજકોટના વિકાસપુરૂષ અને શહેરના વિકાસમાં સિંહફાળો આપનાર પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજયભાઇ રૂપાણીનો મૃતદેહ આજે સવારે ૧૧.૩૦ કલાકે પરિવારજનોને સોંપવામાં આવ્‍યો હતો.

જે બાદ ૧૨ વાગ્‍યાની આસપાસ હવાઈ માર્ગેથી પરિવાજનો મળતદેહ લઈને રાજકોટ જવા રવાના થશે. સાંજે ૪થી ૫ વાગ્‍યા સુધી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્‍થાને અંતિમ દર્શન માટે રખાશે. ૫ વાગ્‍યા પછી પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે, અને રામનાથ પરા સ્‍મશાન ગળહમાં અગ્નિદાહ સાથે પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ પંચમહાભૂતમાં વિલિન થઈ જશે…

આજે રાજકોટમાં પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રામાં કેન્‍દ્રીય ગળહ મંત્રી શાહ ત્રણ વાગે આવી પહોંચશે. અમિત શાહ સહિત અનેક સેલિબ્રિટી રાજકોટ આવી પહોચશે. સંઘના આગેવાનો પણ રાજકોટ વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રામાં જોડાશે.

અમદાવાદ પ્‍લેન ક્રેશ દુર્ધટનામાં જીવ ગુમાવનાર ગુજરાતનાં પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્‍કાર કરાશે. તેમના નિધનને પગલે આજે એટલે કે ૧૬ જૂને એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્‍યો છે. આજે રાષ્‍ટ્ર ધ્‍વજ અડધી કાઠીએ ફરેકલો રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી લંડન જઇ રહેલી AI ૧૭૧ ફ્‌લાઇટ અમદાવાદમાં ક્રેશ થઇ અને માત્ર એક વ્‍યક્‍તિને બાદ કરતા તમામ મુસાફરોનાં મોત નિપજ્‍યાં છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. તેઓ ફાધર્સ ડે હોવાથી પોતાની પુત્રીને મળવા માટે જઇ રહ્યા હતા. જો કે ગોઝારી દુર્ઘટનામાં તેમનું મોત નિપજ્‍યું છે.

ગઇકાલે તેમના DNA મેચ થઇ જતા તેમનાં પાર્થિવ દેહને સંપુર્ણ રાજકીય સન્‍માન સાથે વિદાય આપવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી..સરકારે વિજય રૂપાણીના પરિવારને અંતિમ વિધિનો કાર્યક્રમ નક્કી કરવા માટેની છુટ આપી હતી. જે અનુસંધાને તેમનાં પરિવાર દ્વારા સરકારને અપાયેલા માર્ગદર્શન અનુસાર તેમના અંતિમ સંસ્‍કારનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો છે.

બપોરે ૨ થી ૨.૩૦ રાજકોટ એરપોર્ટથી ગ્રીન લેન્‍ડ ચોકડી સુધી પહોંચશે. ૨.૩૦ થી ૦૪.૦૦ વાગ્‍યા સુધી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે ગ્રીનલેન્‍ડ ચોકડીથી રાજકોટ નિવાસ સ્‍થાને જવા માટે રવાના થશે. આ દરમિયાન ગ્રીનલેન્‍ડ ચોકડીથી, રણછોડદાસબાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોકથી કેડીથી સંત કબીર રોડથી સરદાર સ્‍કુલ પાસેથી પૂજીત રૂપાણી ટ્રસ્‍ટથી ભાવનગર રોડ થઇને પારેવડી ચોકથી કેસરીહિંદ પુલથી સીવીલ હોસ્‍પિટલથી ચૌધરી હાઇસ્‍કુલથી બહુમાળી ભવનથી જીલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોકથી હનુમાનમઢી ચોક રૈયા રોડથી નિર્મલા કોન્‍વેન્‍ટ રોડથી પ્રકાશ સોસાયટી તેમનાં નિવાસ સ્‍થાને પહોંચશે. ૪થી ૫ વાગ્‍યા દરમિયાન પાર્થિવ દેહને નિવાસ સ્‍થાને દર્શન માટે મુકાશે.. ત્‍યાં તેમને સંપુર્ણ રાજકીય સન્‍માન આપવામાં આવશે. ત્‍યાર બાદ સાંજે ૫ વાગ્‍યા બાદ તેમના સંપુર્ણ રાજકીય સન્‍માન સાથે અંતિમ સંસ્‍કાર કરવામાં આવશે.૫.૦૦ થી ૬.૦૦ નિવાસસ્‍થાનેથી રસમનાથપરા સ્‍મશાન સુધીની અંતિમ યાત્રા

પ્રકાશ સોસાયટી (નિવાસ સ્‍થાન), નિર્મલા કોન્‍વેન્‍ટ રોડ, કોટેચા ચોક, કાલાવડ રોડ, મહિલા કોલેજ ચોક, એસ્‍ટ્રોન ચોક, સરદારનગર મેઇન રોડ, યાજ્ઞીક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્‍વામીનારાયણ મંદિર, ભુપેન્‍દ્ર રોડ, રામનાથ પરા સ્‍મશાન, ત્રણ શોકસભાનું આયોજન  મંગળવારે રાજકોટમાં અને બુધવારે ગાંધીનગરમાં પૂર્વ મુખ્‍યમંત્રીની શોકસભા રાખવામાં આવશે. વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમાં ડૂબ્‍યું છે. હંમેશા લોકોની મદદ માટે તૈયાર રહેતા પૂર્વ મુખ્‍યમંત્રીને રાજકોટ સહિત આખું ગુજરાત ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. મહત્‍વનું છે કે, સંવેદનશીલ મુખ્‍યમંત્રી તરીકે જાણીતા વિજય રૂપાણીએ પાંચ વર્ષ સુધી ગુજરાતની ધુરા સંભાળી હતી. ૧૨ જૂને અમદાવાદથી લંડન જતી ફ્‌લાઈટમાં તેઓ પોતાના પરિવારને મળવા જઈ રહ્યા હતા. પરંતુ આ ફ્‌લાઈટ દુર્ઘટના બની અને તેમનું નિધન થયું.

Related posts

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ગંભીર અકસ્માત,આ અકસ્માતમાં એક આશાસ્પદ યુવકે ગુમાવ્યો જીવ

Ahmedabad Samay

“સેવ અર્થ” NGO દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

સરકારે વિધાનસભામાં કબૂલ્યું કે, અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી બદલવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી.

Ahmedabad Samay

હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણાં વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું

Ahmedabad Samay

માર્ચમાં આ ગ્રહ બતાવશે ચમત્કાર, સોના-ચાંદીનો ભારે વરસાદ થશે; દરેક સંકટ એક ચપટીમાં દૂર થઈ જશે

Ahmedabad Samay

શું કમલનાથ ભાજપમાં જોડાશે ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો