September 21, 2026
અપરાધ

કૃષ્ણનગરમાં ખાણીપીણીના સ્ટોલ પર અસામાજિક તત્વોએ ધારદાર હથિયાર અને લાકડીઓ વડે આંતક મચાવી હુમલો કર્યો

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અહીંના ખાણીપીણીના સ્ટોલ પર અસામાજિક તત્વોએ ધારદાર હથિયાર અને લાકડીઓ વડે આંતક મચાવી હુમલો કર્યો


હતો. અસામાજિક તત્વોના આ હુમલાનો વીડિયો સામે આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બનાવની જાણ થતાં કૃષ્ણનગર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટનામાં અમદાવાદના કૃષ્ણનગર વિસ્તાર માં બેફામ બનેલા લુખ્ખા તત્વોએ જાહેર સ્થળે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એક ખાણી-પીણીના સ્ટોલ પર અસામાજિક તત્વોના એક જૂથે એકાએક આતંક મચાવ્યો હતો. આ તત્વોએ ધારદાર હથિયારો અને લાકડીઓનો ઉપયોગ કરીને સ્ટોલ પર હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી

હુમલાની આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા નજરે પડે છે. આ હુમલાથી વિસ્તારના લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસે તાત્કાલિક સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસે વીડિયો ફૂટેજના આધારે હુમલો કરનાર અસામાજિક તત્વોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ખાતરી આપી છે કે આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે અને વિસ્તારમાં શાંતિ જાળવવામાં આવશે.

Related posts

દેશને હચમચાવીદે તેવી ઘટના,શ્રીનગરમાં હિન્દુ અને શિખ શિક્ષકને સ્કૂલમાં ઘૂસીને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા

Ahmedabad Samay

અમદાવાદ – તથ્ય પટેલ કેસ મામલે 1684 પાનાની ચાર્જસીટ કરાઈ ફાઈલ, 191 સાક્ષીઓના નિવેદન, 15 દસ્તાવેજ પુરાવા સામેલ

Ahmedabad Samay

૦૩ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનારની નરોડા પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપીની ધરપકડ કરી હતી.

Ahmedabad Samay

GLS કોલેજના પ્રોફેસરે માતાની હત્યા કરીને પોતે પણ આપઘાત કર્યું

Ahmedabad Samay

આંધ્રપ્રદેશ: તીગલમિટ્ટા જંગલ વિસ્તારમાં માઓવાદી અને  ગ્રેહાઉડ્સ દળ વચ્ચે અથડામણ : ૬ ઠાર મરાયા

Ahmedabad Samay

સુરત: તબીબને નોકરીની લાલચ આપી ઠગ દંપતીએ 99 લાખની છેતરપીંડી આચરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો